Face Of Nation 22-04-2022 : ઝારખંડ હાઈકોર્ટથી લાલુ પ્રસાદ યાદવને જામીન મળી ગયા છે. જસ્ટિસ અપરેશ કુમાર સિંહની કોર્ટમાં ડોરંડા ટ્રેઝરર કેસની સુનાવણી થઈ હતી. કોર્ટે લાલુની જામીન અરજીને મંજૂરી આપતા કહ્યું છે કે, તેઓ 40 મહિના જેલમાં રહ્યા છે. જે અડધી સજા 30 મહિના કરતા પણ વધારે છે.
જમા કરવા પડશે 10 લાખ, દેશની બહાર પણ જઈ શકશે નહીં
હાઈકોર્ટથી જામીન મળ્યા પછી લાલુ યાદવને ઘણી રાહત મળી છે. હાઈકોર્ટે લાલુને સશર્ત જામીન આપ્યા છે. જેમાં લાલુ યાદવને CBI કોર્ટથી સજા સાથે કરવામાં આવેલી દંડની રકમની અડધી રકમ જમા કરવી પડશે. લાલુને 3 શરતોએ જામીન મળ્યા છે. જેમાં 10 લાખના બોન્ડ ભરવા પડશે સાથે સાથે જામીન દરમિયાન હાઈકોર્ટથી મંજૂરી વગર લાલુ દેશની બહાર પણ જઈ શકશે નહીં. તે ઉપરાંત તેઓ તેમનો મોબાઈલ નંબર અને એડ્રેસ પણ બદલી શકશે નહીં. ગઈ સુનાવણી દરમિયાન CBIને કોર્ટથી કાઉન્ટર એફિડેટિવ દાખલ કરવા માટે સમય આપવાનો આગ્રહ કર્યો હતો. ત્યારે સીનિયર વકિલ કપિલ સિબ્બલે કોર્ટને જણાવ્યું હતું કે, લાલુ યાદવે તેમની સજાના અડધો સમય કરતા વધારે સમયની સજા જેલમાં પસાર કરી દીધી છે. 14મી ફેબ્રુઆરી 2022ના રોજ લાલુ યાદવને આ મુદ્દે દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).