Home News લંપટ ડોક્ટર મહેન્દ્ર મોદી અને પુત્ર કિશન મોદીના દુષ્કર્મ અંગેના રિમાન્ડ પૂર્ણ,કોર્ટે...

લંપટ ડોક્ટર મહેન્દ્ર મોદી અને પુત્ર કિશન મોદીના દુષ્કર્મ અંગેના રિમાન્ડ પૂર્ણ,કોર્ટે બંનેને પાટણ જેલમાં મોકલી આપવા હુકમ કર્યો

ડો. મહેન્દ્ર અને તેના દીકરાના બુધવારે રિમાન્ડ પૂરા થયા
લંપટ બાપ-બેટાના કોઇએ વકીલ રહેવું નહીં તેવો મૌખિક નિર્ણય

Face Of Nation:સમી કોર્ટમાં રજૂ થવા પોલીસની ગાડીમાંથી ઉતરતાં જ લંપટ તબીબ મહેન્દ્ર મોદી પરસેવે રેબઝેબ થઇ ગયો હતો. વારંવાર પરસેવો લૂછતા મહેન્દ્રને જોઇને હાજર એક વકીલ બોલી ઊઠ્યા હતા કે, માત્ર બે મહિલા જ બહાર આવતાં પરસેવે રેબઝેબ થઇ ગયો છે તો બીજી મહિલાઓ સાથેનું કૃત્ય ખુલશે તો તારું શું થશે. નોંધનીય છે કે, કિશન મોદી કોર્ટ કાર્યવાહી દરમિયાન ચહેરા પરથી રૂમાલ હટાવ્યો જ ન હતો. રિમાન્ડ પૂરા થતાં જજે બંને આરોપીઓને પાટણ જેલ હવાલે કર્યા હતા.

બંને લંપટ પાટણ જેલમાં ઘકેલાયા
લંપટ ડોક્ટર મહેન્દ્ર મોદી અને તેના પુત્ર કિશન મોદીને દુષ્કર્મના ગુનામાં રિમાન્ડ પૂર્ણ થતાં બુધવારે સમી જ્યુડિશિયલ કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટે બંનેને પાટણ જેલમાં મોકલી આપવા હુકમ કર્યો હતો. દરમિયાન, અન્ય એક મુખમૈથુન કેસમાં પોલીસે મહેન્દ્ર મોદીની અટક કરવા કોર્ટમાં રિપોર્ટ કર્યો હતો. જેમાં કોર્ટે તેનો પાટણ જેલમાંથી પોલીસ યાદીના આધારે ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવવા આદેશ કર્યો હતો.

તબીબના વકીલ રહેવાના મુદ્દે વિવાદ
કોર્ટરૂમમાં જજે જ્યારે મહેન્દ્રને તમારા તરફથી કોઇ વકીલ છે તેવો સવાલ કર્યો ત્યારે મહેન્દ્રએ પોતાના વકીલનું નામ આપ્યું હતું. જે સાંભળીને હાજર વકીલો ચોંકી ગયા હતા અને કોર્ટરૂમની બહાર શરૂ થયેલી ચર્ચા વચ્ચે લંપટ બાપ-બેટાના કોઇએ વકીલ રહેવું નહીં તેવો મૌખિક નિર્ણય લેવાયો હતો.

ડોક્ટર સાથે ઘર્ષણ થતાં વીડિયો ઉતાર્યા
તપાસ અધિકારી પીએસઆઇ બી.એમ. રબારીએ જણાવ્યું હતું કે, ડો. મહેન્દ્ર મોદી અને કમ્પાઉન્ડર ઈરફાન વચ્ચે ઘર્ષણ થતાં કમ્પાઉન્ડરે દુષ્કર્મના આ વીડિયો ઉતાર્યા છે. તેણે છ માસ અગાઉ વીડિયો ઉતાર્યા હતા. હવે ડો.મહેન્દ્ર મોદીએ પણ છેલ્લે છેલ્લે કબુલાત કરી છે કે વીડિયોમાં તે પોતે જ દેખાય છે. જેના રિમાન્ડ પૂરા થતાં બીજા 377ના ગુનામાં મહેન્દ્ર મોદીની અટકાયત કરાઇ છે. જ્યારે તેના પુત્રને પાટણ જેલમાં મોકલી અપાયો છે.

હજુ તો 29 વીડિયો છે, તે પણ બહાર આવશે
હાલ એક જ ચર્ચા છે કે હજુ પણ 29 અશ્લિલ વીડિયો છે, જે મામલો ઠંડો પડ્યા બાદ બહાર આવશે. સાથે ઘર ભાગવાના ડરથી અનેક મહિલાઓ બહાર આવતી નથી. હાલમાં માત્ર બે ગરીબ પરિવારની મહિલાઓનો અશ્લિલ વીડિયો ફરતો થયો છે, બીજા બહાર આવે તો તેમના લગ્નજીવન તૂટે તેમ છે.