ફેસ ઓફ નેશન, 25-04-2020 : આજે રાજ્ય આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિએ જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં કુલ 256 કેસ નોંધાયા છે. જેમાંથી સૌથી વધુ અમદાવાદમાં 182 કેસ નોંધાયા છે. આજે કેસોમાં વધારો થયો છે. જે ચિંતાજનક છે.
સુરતમાં 34, વડોદરામાં 7, આણંદમાં 5, ગાંધીનગર 4, બનાસકાંઠામાં 11, ભાવનગરમાં 5, પંચમહાલ 5, મહીસાગરમાં-નવસારી-પાટણમાં એક એક કેસ નોંધાયા છે. કુલ 6 વ્યક્તિના મૃત્યુ થયા છે. 17 લોકો સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 3071 કેસ નોંધાયા છે. જેમાં 30 વેન્ટિલેટર ઉપર છે અને 2616 લોકો સારવાર હેઠળ છે. અમદાવાદમાં અત્યાર સુધી કુલ 2003 કેસ નોંધાયા છે. 282 લોકોને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં જોડાવવા માટે ક્લિક કરો : faceofnation.news )
“મહામારી સમયે દેશના દુશ્મન” : જોડાઓ અમારા આ અભિયાનમાં, લોકડાઉનનો ભંગ કરનારની તસવીરો મોકલો
કેન્દ્રમાંથી આવેલી ટીમે અમદાવાદમાં કોરોના મામલે થયેલી કામગીરીનો અહેવાલ માંગ્યો