ફેસ ઓફ નેશન, 05-05-2020 : “કોઈએ ગભરાવવાની જરૂર નથી” આ વાત આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવિ હંમેશા કહે છે. પરંતુ પરિસ્થિતિમાં કોઈ બદલાવ આવતો જ નથી. ગુજરાતમાં છેલ્લા 6 દિવસથી સતત કોરોનાના કેસો અને મૃત્યુઆંક વધી રહ્યો છે. 29/04/2020થી વાત કરીએ તો, ત્યારે 308 કેસો નોંધાયા હતા અને 16 લોકોના મૃત્યુ થયા હતા. જે આંકડામાં આજદિન સુધી સતત વધારો થતો રહ્યો છે. જેમાં સૌથી વધુ કેસો સાથે અમદાવાદ અગ્રેસર જ રહ્યું છે. કોર્પોરેશન તંત્ર કોરોનાના ફેલાવાને અટકાવવા કોઈ અસરકારક કામગીરી કરી શક્યું નથી.
છેલ્લા 6 દિવસની વિસ્તૃત માહિતી જોઈએ તો, તારીખ 30/04/2020ના રોજ 313 કેસ નોંધાયા હતા અને 17 લોકોના મૃત્યુ થયા હતા. તારીખ 01/05/2020ના રોજ 326 કેસ નોંધાયા હતા અને 22 લોકોના મૃત્યુ થયા હતા. તારીખ 02/05/2020ના રોજ 333 કેસ નોંધાયા હતા અને 26 લોકોના મૃત્યુ થયા હતા. તારીખ 03/05/2020ના રોજ 374 કેસ નોંધાયા હતા અને 28 લોકોના મૃત્યુ થયા હતા. તારીખ 04/05/2020ના રોજ 376 કેસ નોંધાયા હતા અને 29 લોકોના મૃત્યુ થયા હતા. આમ, રાજ્યમાં છેલ્લા 6 દિવસથી કોરોનાના કેસો અને મૃત્યુઆંક બંને સતત વધી રહ્યા છે.
અમદાવાદની વાત કરીએ તો, તારીખ 29/04/2020ના રોજ 234 કેસ નોંધાયા હતા અને 9 લોકોના મૃત્યુ થયા હતા. તારીખ 30/04/2020ના રોજ 249 કેસ નોંધાયા હતા અને 12 લોકોના મૃત્યુ થયા હતા. તારીખ 01/05/2020ના રોજ 267 કેસ નોંધાયા હતા અને 16 લોકોના મૃત્યુ નિપજ્યા હતા. તારીખ 02/05/2020ના રોજ 250 કેસ નોંધાયા હતા અને 20 લોકોના મૃત્યુ થયા હતા. તારીખ 03/05/2020ના રોજ 274 કેસ નોંધાયા હતા અને 23 લોકોના મૃત્યુ થયા હતા. જયારે તારીખ 04/05/2020ના રોજ 259 કેસ નોંધાયા હતા અને 26 લોકોના મૃત્યુ થયા હતા.
અમદાવાદમાં પણ સતત કેસો અને મૃત્યુઆંક વધી રહ્યો છે. વિજય નેહરા અને મ્યુ. કોર્પોરેશન કોરોના વિરુદ્ધ અસરકારક કામગીરીમાં નિષ્ફ્ળ રહ્યું હોય તેમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. વધતા જતા કેસો અને મૃત્યુઆંક સરકારની અને તંત્રની કામગીરીની પોલ ખોલી રહ્યા છે તેમ છતાં હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી જણાતી નથી. છેલ્લા 6 દિવસ દરમ્યાનના કેસોનું અહીં કોષ્ટક રજૂ કરવામાં આવ્યું છે. જેમાં તમામ માહિતી રજૂ કરાઈ છે. (આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)
Gujarat Details | ||
Date | Total Case | Total Death |
29-04-2020 | 308 | 16 |
30-04-2020 | 313 | 17 |
01-05-2020 | 326 | 22 |
02-05-2020 | 333 | 26 |
03-05-2020 | 374 | 28 |
04-05-2020 | 376 | 29 |
Ahmedabad Details | ||
Date | Total Case | Total Death |
29-04-2020 | 234 | 9 |
30-04-2020 | 249 | 12 |
01-05-2020 | 267 | 16 |
02-05-2020 | 250 | 20 |
03-05-2020 | 274 | 23 |
04-05-2020 | 259 | 26 |
અમદાવાદ : દારૂના નશામાં રહેલા યુવકને પોલીસ સ્ટેશન લાવવામાં આવતા તેણે આપઘાત કરી લીધો, Video
ગઈ મોડી રાતે બનાસકાંઠામાં થઇ એવી જોરદાર વીજળી કે લોકો ગભરાઈ ગયા, જુઓ Video