Face Of Nation 20-10-2024 : લોરેન્સ બિશ્નોઈ એ બિશ્નોઈ સમુદાયનો એક યુવાન છે. જે સમાજ અને આસ્થા માટે થઈને જંગે ચઢ્યો છે. સમાજ માટે કોઈ પણ હદે જવા વાળા યુવાનો ખુબ નહિવત પ્રમાણમાં હોય છે. આજ કાલ તો સમાજને હાથો બનાવીને પૈસો ભેગો કરીને રાજકારણની સાલ ઓઢી લેવાનો જાણે કે એક પ્રથા પડી ગઈ છે. જેનું ઉત્તમ તાજું ઉદાહરણ ગરીબ ઘરમાંથી આવેલો પાટીદાર સમાજનો હાર્દિક પટેલ છે. આ હાર્દિકે સમાજને હાથો બનાવીને પૈસો ભેગો કરીને રાજકીય હોદ્દો મેળવી લીધો. ખેર અત્યારે હાર્દિક જેવા બંગડીઓ પહેરીને બેસેલા યુવાનોની વાત નથી અત્યારે વાત છે સમગ્ર વિશ્વમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા લોરેન્સ બિશ્નોઈની. આ યુવાન હાલ ભારત સહીત દેશ વિદેશમાં અનેક યુવાનોનો આદર્શ બની રહ્યો છે. લોકો તેને આતંકી, ગુંડો જેવા અનેક નામોનું બિરુદ આપી રહ્યા છે પરંતુ હકીકત એ છે કે સમાજ માટે જંગે ચઢેલો આ યુવાન અનેક લોકોના વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં રીલમાં સ્થાન મેળવી રહ્યો છે. સલમાન ખાનના ઘમંડ સામે જંગે ચઢેલો બિશ્નોઇ સમાજ પણ લોરેન્સને સપોર્ટ કરી રહ્યો છે.
બિશ્નોઈ સમુદાય દ્વારા કાળિયારને પવિત્ર માનવામાં આવે છે અને તે સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો બદલો લેવા ગેંગસ્ટર સલમાન ખાનની હત્યા કરવા માટે તૈયાર છે જેની જવાબદારી લોરેન્સે ઉઠાવી છે. રાજસ્થાનના શેખાવટી અને મારવાડ વિસ્તારના અનેક ગામોમાં જીવદયા અને પર્યાવરણપ્રેમી બિશ્નોઇ સમૂદાયની મહિલાઓ હરણને પોતાના બાળકની જેમ સાચવે છે. એટલું જ નહીં મહિલાઓએ હરણને સ્તનપાન કરાવીને ઉછર કર્યો હોવાના પણ અનેક દાખલા છે. કાળા હરણનું અસ્તિત્વ બચાવવા સરકારે કાયદો ઘડીને રક્ષણ આપ્યું છે. જયારે રાજસ્થાનનો બિશ્નોઇ સમુદાય છેલ્લા પ૬૦ વર્ષથી વન્ય જીવોના રક્ષણની પરંપરા નિભાવે છે.
જોધપુરના બિશ્નોઈ સમુદાય કાળા હરણને બચાવવાનો તેમના ગુરુ જંબાજીનો આદેશ માને છે. ભગવાન જંબાજી ઉર્ફે જંબેશ્વરનો જન્મ ૧૪૫૧માં થયેલો. જંબાજી ઉર્ફે જંબેશ્વર ભગવાને તેમના અનુયાયીઓને ૨૯ ઉપદેશો આપ્યા હતા, જેમાં તમામ જીવો પ્રત્યે કરુણા, સ્વચ્છતા, સમર્પણ, શાકાહાર અને સત્યતાનો સમાવેશ થાય છે તેનું બિશ્નોઇ સમુદાયના લોકો ચૂસ્તપણે પાલન કરે છે. જેમાં હરણ સહિતના વન્ય જીવોને પરિવારના સભ્યની જેમ પ્રેમ કરવાનો પણ સમાવેશ થાય છે. જયારે પર્યાવરણ શિક્ષણ અંગે કોઇ કશું જાણતું પણ નહોતું ત્યારથી આ સમુદાયની મહિલા, પુરષો અને બાળકો વૃક્ષોનું જતન અને રક્ષણ કરતા આવ્યા છે. તેઓ કાળા હરણ અને ઝાડ માટે પોતાનો જીવ પણ આપી શકે છે.
૨૦૦ વર્ષ પહેલા મહારાજાએ મહેલ બનાવવા માટે વૃક્ષો કાપવાનો આદેશ આપ્યો હતો. તેનો વિરોધ કરીને વૃક્ષોના રક્ષણ માટે ખિજરલીમાં ૩૬૪ બિશ્નોઇએ મોતને વ્હાલું કર્યું હતું. પર્યાવરણના રક્ષણ માટે બલીદાન આપવાની આ વિરલ ઘટના છે. રસ્તામાં કોઇ હરણ બીમાર કે ઘાયલ અવસ્થામાં જોવા મળે તો તરત જ ઘરે લાવીને સારવાર કરે છે. આ સમુદાય પ્રાણીમાત્ર પર દયા અને લીલા વૃક્ષોનું રક્ષણ કરવાની ગુરુ આજ્ઞાાને આજે પણ ભૂલ્યો નથી.
બિશ્નોઈ સમાજના આ જ પ્રાણીપ્રેમે છેવટે વીસ વર્ષે સલમાન ખાનને કાળિયારના શિકારના મામલે જેલ ભેગો કર્યો હતો. જોકે તે ફરી છુટી ગયો એ વાત અલગ છે. સલમાન ખાન ચિંકારા કેસના બે કેસમાં ભલે નિર્દોષ છૂટી ગયો પરંતુ બિશ્નોઇઓએ સલમાનને એ વખતે પણ દોષી ઠેરવવા માટે ખૂબ મહેનત કરી હતી કારણકે તેમની જંગલી પ્રાણીઓ પ્રત્યેની અનુકંપા જગજાહેર છે. ૧૯૯૮ની પહેલી અને બીજી ઓક્ટોબરે સલમાન ખાને આ વિસ્તારના ભવાડ અને મથાનિયા ગામની આસપાસ આવેલા જંગલમાં ચિંકારા અને કાળિયારનો શિકાર કર્યો હતો અને તેના બે સાક્ષી હતા. એક તો હતા પૂનમચંદ બિશ્નોઈ અને બીજા હતા છોગારામ બિશ્નોઈ. જોકે છોગારામ સતત બીમાર રહેવાને લીધે કોર્ટમાં પોતાની સાક્ષી આપી શક્યા ન હતા. પરંતુ પુનમચંદની સાક્ષીએ સલમાન ખાનની વિરુદ્ધમાં ચુકાદો આપવામાં ખૂબ મદદ કરી હતી અને એટલે જ સલમાન ખાનને જેલના સળિયા ગણવા પડ્યા હતા.
એક માહિતી મુજબ ૨૦૦ વર્ષ પહેલા કાળિયારની સંખ્યા ૪૦ લાખ આસપાસ હતી. બિશ્નોઈ સમાજની સ્થાપના ૧૪૮૫માં થઇ હતી અને અત્યારે સમગ્ર ઉત્તર ભારતમાં લગભગ ૫૦ લાખ બિશ્નોઇઓ હોવાનું માનવામાં આવે છે. ૧૯૯૫માં બિશ્નોઈ ટાઈગર ફોર્સની રચના કરવામાં આવી હતી અને આ ફોર્સ અહીં શિકારીઓ વિરુદ્ધ ચળવળ ચલાવી રહી છે અને અહીં બનતા દરેક શિકારની આ ફોર્સ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવે છે. ટાઈગર ફોર્સના હાલના પ્રમુખ રામપાલ ભવાડ છે અને તેમનું કહેવું છે કે અત્યાર સુધીમાં ફોર્સ દ્વારા ૫૦૦થી પણ વધારે શિકારના કેસ નોંધવામાં આવ્યા છે. જ્યારે પણ કોર્ટમાં તેમના કેસની તારીખ હોય ત્યારે આ ફોર્સ ગામમાં એક મોક કોર્ટ ઉભી કરીને કોર્ટ જેવું જ વાતાવરણ ઉભું કરે છે જેથી સાક્ષીને કોર્ટમાં સાક્ષી આપતી વેળાએ કોઈ ગભરામણ ન થાય અથવા તો અજાણ્યું ન લાગે. ફોર્સ દરેક સાક્ષીને દરેક કેસની પરિસ્થિતિનું જ્ઞાન પણ આપે છે. બિશ્નોઈ ટાઈગર ફોર્સમાં લગભગ ૨૪ જેટલી વ્યક્તિઓ સેવા આપે છે અને રાજસ્થાનનું જંગલખાતું પણ વન્યજીવોની સુરક્ષા માટે આ ફોર્સની કામગીરીની કાયમ દાદ આપતું હોય છે. એવું નથી કે ટાઈગર ફોર્સ માત્ર શિકાર થયેલા જાનવરો માટેજ કોર્ટ કેસ કરે છે, તેમના પ્રયાસોથી અસંખ્ય વન્યજીવોનું જીવન બચી પણ ગયું છે.
સલમાન ખાનના કાળિયારના કેસમાં બિશ્નોઈ સમાજે કાળિયારના પોસ્ટમોર્ટમમાં પણ ખૂબ મદદ કરી હતી. લલિત બોરા જે આ કેસમાં શરૂઆતમાં તપાસ અધિકારી હતા તેમના મતે, શિકાર જેનાથી થયો એ હથિયાર મેળવવામાં તેમજ સાક્ષીઓ છેક સુધી પોતાની જુબાની પર કાયમ રહ્યા તે માટે બિશ્નોઈ સમાજને અનેક ધન્યવાદ આપવા પડે. બિશ્નોઈ સમાજના આ બંને પરિબળોને લીધે જ સલમાન ખાનને દોષિત સાબિત કરી શકાયો અને જેલ હવાલે કરી શકાયો હતો. લોરેન્સ બિશ્નોઈ પાસે હાલમાં ૭૦૦થી વધુ શૂટર્સનું વિશાળ નેટવર્ક છે, જે તમામ સમર્પિત શૂટર્સ છે, જે કાળિયારના શિકારી સલમાન ખાનને એમ સહેલાઈથી માફ કરે એવું લાગતું નથી! (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુકમાં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).