Face Of Nation 04-07-2022 : વલસાડના કંજણહરિ ગામમાં ચાલતી દારૂની મહેફિલમાં LCBની ટીમે રેડ પાડી હતી. વલસાડ તાલુકા સરપંચ સંઘના પ્રમુખ અને નાનકવાડા ગ્રામ પંચાયતના સરપંચ વિનોદ પટેલ તેમજ એક સગીર સહિત 41 લોકોને દારૂની મહેફિલ માણતા રંગેહાથ ઝડપી પાડ્યાં હતા. LCBની ટીમે લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. ત્યારે આ અંગે વલસાડ ગ્રામ્ય પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
દારૂની મહેફિલ પર LCBનો સપાટો, લાખોનો મુદ્દામાલ જપ્ત
કંજણહરિ ગામમાં ચાલતી દારૂની મહેફિલમાં રંગમાં ભંગ પડ્યો હતો. એક સગીર સહિત 41 જેટલા શખ્સો દારૂની મહેફીલ માણતા રંગેહાથ ઝડપાયા હતા. શરાબ અને કબાબની મહેફિલ માણતા લોકો પોલીસને જોઈ સ્તબંધ થઈ ગયા હતા. તો બીજીતરફ વલસાડના ધારાસભ્ય ભરત પટેલના સૌથી નજીક ગણાતા એવા નનકવાડા ગ્રામ પંચાયતના સરપંચ વિનોદ પટેલ, ડેપ્યુટી સરપંચ અને તેમના સમર્થકો દારૂની રેડ દરમિયાન ઝડપાયા હતા. રેડ દરમિયાન 25 લીટર ઈંગ્લીશ દારૂનો જથ્થો, પાંચ કાર, બાઈક મળી લાખો રૂપિયાનો મુદ્દામાલ વલસાડ LCBની ટીમે ઝડપી પાડ્યો હતો.
દારૂની મહેફિલને લઈ પંથકમાં ચકચાર મચી
વલસાડ ગ્રામ્ય પોલીસમાં આ અંગે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. કંજણહરિ ગામમાં ચાલતી દારૂની મહેફિલ ઉપર LCBની ટીમે સપાટો બોલાવ્યો હોવાની જાણ થતા પંથકમાં ચકચાર મચી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).