Face Of Nation 27-11-2022 : હાલ દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈનના જેલના વિડીયો આમ આદમી પાર્ટીના વિરોધીઓ માટે એક મુદ્દો બની ગયો છે. જો કે સાચી હકીકત એ છે કે, સત્યેન્દ્ર જૈન હોય કે અમિત શાહ હોય, દરેક નેતાને જેલવાસ નામના જ હોય છે બાકી જેલમાં જલસા જ હોય છે. કોઈ જાહેર થઇ જાય છે તો કોઈ જાહેર થતા નથી. અમિત શાહ જે સાબરમતી સેન્ટ્રલ જેલમાં હતા ત્યા તેમને સત્યેન્દ્ર જૈન કરતા પણ વધારે જલસા હતા. તેમની કોટડીમાં સીસીટીવી નહોતા એટલે કઈ જાહેર ન થયું પણ સત્યેન્દ્ર જૈનની કોટડીમાં સીસીટીવી હતા જેના ફૂટેજ મીડિયા સુધી પહોંચ્યા અને પ્રજામાં વાયરલ થયા છતાં કાયદો કઈ ઉખાડી શક્યો નહીં. સામાન્ય રીતે જેલમાં થતી કામગીરીઓ ગુપ્ત હોય છે, જેના સીસીટીવી જાહેર થાય તે કાયદાનો ભંગ છે. જો અમિત શાહના આવા સીસીટીવી વાયરલ થયા હોત તો કોર્ટે ક્યારનોય ઉધડો લઇ લીધો હોત અને જેલના કેટલાય લોકોને ઘરે બેસાડી દીધા હોત પણ જ્યાં સત્તા જ ભાજપની હોય ત્યા બધા કાંડ કાયદેસર છે.
જેલ હવે માત્ર નામ પૂરતી અને ગરીબ કેદીઓ માટે રહી છે બાકી પૈસાદાર નબીરાઓ અને નેતાઓને તમામ પ્રકારની સુવિધાઓ જેલમાં મળે છે. નેતાઓને પોતાની લાગવગથી અને નબીરાઓને પૈસાના જોરે જેલમાં તમામ સુખ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાય છે. અનેક વાર જેલમાંથી મોબાઇલ અને અન્ય પ્રતિબંધિત ચીજ વસ્તુઓ મળી આવે છે તેમ છતાં તે ક્યારેય અટકતું કે બંધ થતું નથી. પૈસા ફેંકો તમાસા દેખો જેવી સ્થિતિ હાલ ભારત દેશમાં છે. કાયદો ગમે તેવો હોય પણ જો પૈસાદાર નબીરા કે નેતા હોય તો તેઓ આબાદ છટકી શકે છે. સત્તાની તાબે થનારા લોકોને કોઈ કાયદો નડતો નથી તેવા પણ અનેક દાખલાઓ જોવા મળી રહ્યા છે.
દિલ્હીની તિહાડ જેલમાં બંધ આમ આદમી પાર્ટી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈનનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, સત્યેન્દ્ર જૈનના સેલની સફાઈ કરવામાં આવી રહી છે. બાદમાં તે તેના સેલમાં લોકો સાથે વાત કરતા પણ જોઈ શકાય છે. આ પહેલા શનિવારે સત્યેન્દ્ર જૈનનો ત્રીજો વીડિયો સામે આવ્યો હતો. જેમાં તે તિહાર જેલના સસ્પેન્ડેડ સુપરિન્ટેન્ડેન્ટ અજીત કુમાર સાથે વાત કરતાં જોવા મળ્યા હતા.
અમિત શાહ જયારે ગુજરાતની અમદાવાદ સેન્ટ્રલ જેલમાં હતા ત્યારે તેમને વિવિઆઈપી સુવિધાઓ મળતી હતી. આઈપીએસ અધિકારીઓ શાહને જેલમાં સલામ મારવા અને શાહની જરૂરિયાતો પુરી કરવા ખડે પગે રહેતા હતા. આ બધી બાબતો ક્યારેય પ્રજા વચ્ચે આવી નથી કેમ કે, એ ભાજપના નેતા હતા અને ભાજપના નેતાઓ માટે જાણે કે એ બધું કાયદેસર છે પણ જો કોઈ બીજા પક્ષના કરે તો એ ગુનો છે. ખેર! ભાજપ, કોંગ્રેસ કે આપ સાલું કોઈ દુધે ધોયેલું નથી. શેરના માથે સવા શેર થવાની જ સૌને લ્હાય છે અને એમાં પ્રજાનો ભોગ લેવાય છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુક (Facebook)માં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરી સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટર(Twitter) માં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
કથામાં ભાજપનો પ્રચાર કરવા લાગ્યા કહેવાતા સાધુ, સાળંગપુર હનુમાનજી મંદિરના કોઠારીની ભાજપ ભક્તિ !