Home Uncategorized શા માટે અફઘાનિસ્તાનથી ભાગ્યા અશરફ ગની, કહ્યુ- પૈસા લઈ જવાના આરોપ પાયાવિહોણા

શા માટે અફઘાનિસ્તાનથી ભાગ્યા અશરફ ગની, કહ્યુ- પૈસા લઈ જવાના આરોપ પાયાવિહોણા

Face Of Nation, 08-09-2021: પૂર્વી અફઘાન રાષ્ટ્રપતિ અશરફ ગનીએ અફઘાનિસ્તાન છોડ્યા બાદ પોતાની વાત રાખી છે. તેમણે ટ્વીટ કરી પોતાનું નિવેદન સામે રાખ્યુ છે. તેમણે કહ્યુ કે, મેં સુરક્ષાદળોના કહ્યા બાદ કાબુલ છોડ્યું હતું. મને જણાવવામાં આવ્યું હતું કે જો કાબુલ ન છોડુ તો એકવાર ફરી 1990 જેવી સ્થિતિ થઈ શકે છે. કાબુલ છોડવુ મારા જીવનનો સૌથી મુશ્કેલ નિર્ણય હતો. પરંતુ મારૂ માનવુ છે કે લાખો લોકોને બચાવવા માટે માત્ર આ એક રીત હતી.

મેં 20 વર્ષથી વધુ સમયથી અફઘાનિસ્તાનમાં લોકતંત્ર માટે કામ કર્યુ છે. હું કાબુલ છોડવા ઈચ્છતો નથી. આ સમય મારા અફઘાનિસ્તાન છોડવાના લાંબા મૂલ્યાંકનનો નથી. હું ભવિષ્યમાં આ વિશે વધુ વિસ્તારથી વાત કરીશ.

અશરફ ગનીએ આગળ કહ્યુ કે, મારે નિરાધાર આરોપોનો જવાબ આપવાનો છે. મારા પર આરોપ લગાવવામાં આવ્યા કે હું કાબુલથી નિકળવાના સમય સામાન્ય લોકોના કરોડો રૂપિયા લઈ ગયો. આ આરોપ જૂઠા છે. ભ્રષ્ટાચારથી લડવુ રાષ્ટ્રપતિ તરીકે મારો મુખ્ય ઈરાદો રહ્યો છે. હું અને મારી પત્નીએ પોતાની તમામ સંપત્તિ સાર્વજનિક રૂપથી જાહેર કરી દીધી હતી.હું મારા નિવેદનોની સત્યતાને સાબિત કરવા માટે યુનાઇટેડ નેશન્સ કે કોઈ અન્ય સ્વતંત્ર એકમ હેઠળ સત્તાવાર ઓડિટ કે તપાસનું સ્વાગત કરુ છું.

ગનીએ કહ્યુ કે, મને વિશ્વાસ છે કે એક લોકતાંત્રિક અફઘાનિસ્તાનનો એકમાત્ર રસ્તો છે. આ દેશને આગળ વધારવાનો રસ્તો છે. તેમણે આગળ કહ્યું કે, મેં છેલ્લા 40 વર્ષથી લડી રહેલા અફઘાન સૈનિકો અને તેના પરિવારજનોના બલિદાન પ્રત્યે સન્માન પ્રગટ કરુ છું. મને ખુબ અફસોસ છે કે મારો અધ્યાય ત્રાસદીમાં ખતમ થયો છે. અફઘાનિસ્તાનના લોકોની માફી માંગુ છું કે હું તેને સારી રીતે ખતમ કરી શક્યો નથી.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)