Face of Nation 16-12-2021: પીએમ નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસે કરેલી જાહેરાતના એક વર્ષ બાદ કેન્દ્રીય કેબિનેટમાં બુધવારે મહિલાઓ માટે લગ્નની કાયદાકિય ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. ધ ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર સૂત્રોએ જણાવ્યું કે, કેબિનેટની મંજૂરી બાદ સરકાર બાળ લગ્ન નિષેધ અધિનિયમ, 2006માં સુધારો રજૂ કરશે અને પરીણામે સ્પેશ્યલ મેરેજ એક્ટ અને હિંદુ મેરેજ એક્ટ, 1955 જેવા કાયદાઓમાં સુધારો પણ લાવશે.
બુધવારે આપવામાં આવેલી મંજૂરીઓ ડિસેમ્બર 2020માં જયા જેટલીની આગેવાની હેઠળની કેન્દ્રની ટાસ્ક ફોર્સ દ્વારા નીતિ આયોગને સબમિટ કરવામાં આવેલી ભલામણો પર આધારિત છે, જેનું ગઠન માતૃત્વ સંબંધિત બાબતો, માતા મૃત્યુદરને ઘટાડવો, પોષણમાં સુધાર વગેરેની તપાસ માટે કરવામાં આવ્યું હતું.
વર્તમાન કાયદા અનુસાર, દેશમાં પુરુષો માટે લગ્નની લઘુત્તમ ઉંમર 21 અને મહિલાઓ માટે 18 વર્ષ છે. હવે સરકાર બાળ લગ્ન પ્રતિબંધ કાયદો, સ્પેશિયલ મેરેજ એક્ટ અને હિન્દુ મેરેજ એક્ટમાં સુધારો કરશે. નીતિ આયોગમાં જયા જેટલીની આગેવાની હેઠળની ટાસ્ક ફોર્સે તેની ભલામણ કરી હતી. નીતિ આયોગના સભ્ય ડૉ. વીકે પોલ પણ આ ટાસ્ક ફોર્સના સભ્ય હતા. આ ઉપરાંત આરોગ્ય અને પરિવાર કલ્યાણ, મહિલા અને બાળ વિકાસ, ઉચ્ચ શિક્ષણ, શાળા શિક્ષણ અને સાક્ષરતા મિશન અને ન્યાય અને કાયદા મંત્રાલયના બિલ વિભાગના સચિવ ટાસ્ક ફોર્સના સભ્યો હતા.
આ ટાસ્ક ફોર્સની રચના ગયા વર્ષે જૂનમાં કરવામાં આવી હતી અને તેણે ગયા વર્ષે ડિસેમ્બરમાં જ પોતાનો રિપોર્ટ સુપરત કર્યો હતો. ટાસ્ક ફોર્સે કહ્યું કે પહેલા બાળકને જન્મ આપતી વખતે દીકરીઓની ઉંમર 21 વર્ષની હોવી જોઈએ. લગ્નમાં વિલંબથી પરિવારો, મહિલાઓ, બાળકો અને સમાજના આર્થિક, સામાજિક અને સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર પડે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)