Face Of Nation, 23-08-2021: ભારતમાં કોરોના ચેપના કેસોમાં ઘટાડો થયો છે. છ દિવસ પછી 30 હજારથી ઓછા કોરોનાના કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા સોમવારે સવારે લેટેસ્ટ ડેટા જાહેર કરવામાં આવ્યો છે. મંત્રાલય અનુસાર છેલ્લા 24 કલાકમાં 25,072 નવા કોરોના કેસ આવ્યા અને 389 કોરોના સંક્રમિતોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અગાઉ 16 ઓગસ્ટના રોજ 25,166 કેસ હતા. બીજી બાજુ 24 કલાકમાં 44,157 લોકો કોરોનાથી સાજા થયા છે એટલે કે ગઈકાલે, 19474 એક્ટિવ કેસ ઓછા થયા હતા.
રવિવારે કેરળમાં કોરોના વાયરસના 10,402 નવા દર્દીઓની પુષ્ટિ થઈ છે. એટલે કે 40 ટકા કેસ માત્ર કેરળમાં છે. અગાઉના દિવસે, 66 ચેપગ્રસ્ત લોકો મૃત્યુ પામ્યા હતા. આ પછી, રાજ્યમાં કુલ કેસ 38 લાખ 14 હજાર 305 પર પહોંચી ગયા છે. મલપ્પુરમમાં સૌથી વધુ 1,577 નવા કેસ છે. આ પછી કોઝીકોડમાં 1376 અને પલક્કડમાં 1133 દર્દીઓ મળી આવ્યા હતા.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)