Home Business રશિયા-યુક્રેન યુદ્ધના કારણે LICનો IPO પાછો ઠેલાશે? 12મી મે સુધી IPO નહિ...

રશિયા-યુક્રેન યુદ્ધના કારણે LICનો IPO પાછો ઠેલાશે? 12મી મે સુધી IPO નહિ લાવે તો રજિસ્ટ્રેશન ફરીથી કરાવવું પડશે

Face Of Nation 15-03-2022 : રશિયા-યુક્રેન યુદ્ધના કારણે દેશનો સૌથી મોટો LICનો IPO પાછો ઠેલાઈ શકે છે. પહેલાં આ આઈપીઓ માર્ચમાં આવવાની શક્યતા હતી, પરંતુ ઘટતા બજારના કારણે અને રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલતુ હોવાથી હવે માર્ચમાં આ આઈપીઓ આવવાની શક્યતા ઓછી છે.
ફરી રજિસ્ટ્રેશન કરાવવું પડશે
સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે LICનો IPO એપ્રિલ અથવા મેમાં આવી શકે છે. સરકારે સેબીને જે DRHP ફાઈલ કર્યું છે તેની શરતો પ્રમાણે 12 મે સુધીની મંજૂરી મળી છે. એટલે કે 12 મે સુધીમાં ગમે ત્યારે IPO લાવી શકાય છે. જો સરકાર 12 મે સુધી IPO નહીં લાવી શકે તો તેમણે ડિસેમ્બર ત્રીમાસિકના પરિણામ જણાવીને સેબીને નવા ડોક્યુમેન્ટ સબમીટ કરવા પડશે. એક અધિકારીએ જણાવ્યું ચે કે, છેલ્લાં 15 દિવસમાં બજારમાં ખૂબ વધ-ઘટ જોવા મળી છે. બજાર સ્થિર થવાની રાહ જોવામાં આવી રહી છે, જેથી રિટેલ ઈન્વેસ્ટર્સને શેરમાં રોકાણ કરવામાં વિશ્વાસ આવે.
અત્યાર સુધીનો સૌથી મોટો IPO હશે
LICનો ઈશ્યુ ભારતીય શેરબજારમાં અત્યાર સુધીનો સૌથી મોટો IPO હશે. લિસ્ટ થયા પછી LICનું માર્કેટ વેલ્યુએશન આરઆઈએલ અને ટીસીએસ જેવી કંપનીઓ બરાબર હશે. આ પહેલાં પેટીએમનો ઈશ્યુ સૌથી મોટો હશે અને કંપનીએ ગયા વર્ષે IPOથી રૂ. 18,300 કરોડ ભેગા કર્યા હતા.
LICમાં 20% FDIને મંજૂરી
તાજેતરમાં જ કેન્દ્રીય કેબિનેટે આ IPOમાં વિદેશી રોકાણકારોને સામેલ કરવા FDIમાં ફેરફાર કર્યા છે. આ ફેરફાર અંતર્ગત LICના IPOમાં 20% સુધી વિદેશી રોકાણને મંજૂરી આપવામાં આવી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).