Home Uncategorized વાંચો : અગાઉ આ IAS અધિકારીએ કહ્યું હતું કે, ઘરમાં દીપ પ્રગટાવવાથી...

વાંચો : અગાઉ આ IAS અધિકારીએ કહ્યું હતું કે, ઘરમાં દીપ પ્રગટાવવાથી વાઇરસનો સામનો કરી શકાય છે

ફેસ ઓફ નેશન,(ધવલ પટેલ) 03-04-2020 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશને સંબોધન કરતા જણાવ્યું હતું કે, 9 એપ્રિલે 9 વાગે બધા લોકો મીણબત્તી, દીવો કે ટોર્ચ કરી પ્રકાશ ફેલાવે. જો કે આ વાત ગુજરાત રાજ્યના એક રિટાયર્ડ અધિકારીએ અગાઉ અનેકવાર કહી છે. આ અધિકારી એટલે ડો.એસ.કે.નંદા કે જેઓએ ગુજરાતના ગૃહ વિભાગમાં ઉત્તમ સેવા બજાવી છે. હાલ તેઓ નિવૃત જીવન ગાળી રહ્યા છે.
ફેસ ઓફ નેશન સાથે વાતચીત કરતા ડો.એસ.કે.નંદાએ જણાવ્યું હતું કે, ઘરમાં ઘીનો દીવો પ્રગટાવવાથી તમામ પ્રકારના વાઇરસનો નાશ થાય છે. આપણી આસપાસ એવા ઘણા સૂક્ષ્મ વારસો રહેલા હોય છે જેને નરી આંખે દેખી શકતા પણ નથી ત્યારે હિન્દૂ સંસ્કૃતિમાં ઘીના દીવાનું વિશેષ મહત્વ કહેવામાં આવ્યું છે. ઘીનો દીવો પ્રગટાવવાથી વાતાવરણમાં રહેલા તમામ વાઇરસનો નાશ થાય છે. ગાયના ઘીમાં શુદ્ધતા રહેલી છે. ગાયના ઘીથી કરવામાં આવતા દીવાને કારણે વાતાવરણમાં એસિટિલિનનું નિર્માણ થાય છે. આ એસિટિલિન પ્રખર ઉષ્ણતાની ઊર્જા છે, જે દુષિત વાયુને પોતાના તરફ ખેંચીને શુદ્ધ કરે છે, જેથી પર્યાવરણ શુદ્ધ થાય છે. ગાયના શુદ્ધ ઘીથી ઉત્પન્ન આ વાયુઓમાં ઘણાં રોગો, વાઇરસો તથા મનના તણાવને દૂર કરવાની અદ્‌ભુત ક્ષમતા છે. પરિણામે સ્વાસ્થ્ય સુધરે છે અને માનસિક શાંતિ મળે છે. વૈજ્ઞાનિક સિદ્ધ થયેલી સત્ય હકીકત એ પણ છે કે પદાર્થ કરતાં તેના ચૂર્ણમાં, ચૂર્ણ કરતાં તેના પ્રવાહી રૂપમાં અને પ્રવાહી રૂપ કરતાં તેના વાયુ રૂપમાં કે ગેસના રૂપમાં અધિક શક્તિ હોય છે.
હવનકુંડના અગ્નિમાં સુગંધિત, રોગનાશક, પુષ્ટિવર્ધક, મધુર પદાર્થોને વિધિવત ગાયના શુધ્ધ ઘી કે તેના છાણા સાથે આંબાના પવિત્ર લાકડા સાથે બાળવામાં આવે છે ત્યારે તો તે વાયુ ઊર્જા પ્રબળ શક્તિશાળી બનીને વાતાવરણમાં રહેલ વાયુના હજારોગણા પ્રદૂષણોને નષ્ટ કરીને સુગંધિત તથા આનંદદાયી વાતાવરણ સર્જે છે. તેમજ સ્વાસ્થ્ય સુખમય, આનંદમય અને સ્વસ્થ બનાવી જીવન તણાવમુક્ત રસમય બનાવે છે. દેશી ગાયના ઘીમાં રોગ અને વાઇરસને દુર કરવાના બધા જ ગુણ રહેલા હોય છે એટલા માટે તેના ધુમાડાનો સ્પર્શ આપણા શરીરને થાય તો તેનાથી આપણી સ્કીન પણ સ્વસ્થ રહે છે.

જાણો, કોણ છે ડો.એસ.કે.નંદા ?

ડો.એસ.કે.નંદાનું પુરૂ નામ સુદીપ કુમાર નંદા છે, જેઓ મૂળ જગન્નાથ પુરીના વતની છે અને હાલ ગાંધીનગરમાં રહે છે. ડાંગ ક્લેક્ટર હતા ત્યારથી તેઓએ ડાંગ દરબાર કાર્યક્રમ શરૂ કરી ગુજરાતના આદિવાસીઓની સેવા શરૂ કરી હતી. એસ.કે.નંદા જયારે નિવૃત્ત થયા ત્યારે આદિવાસી સમાજ દ્વારા સમાજપુત્રનો સન્માન એવોર્ડ અપાયો હતો. ડૉ. નંદા સારા અભ્યાસુ, ઉત્તમ પ્રશાસક મનાય છે. ગુજરાતમાં સુરક્ષા સેતુ નામના કાર્યક્રમના તેઓ જનક કહેવાય છે. એસ.કે.નંદાએ રાજ્યના ગૃહ વિભાગમાં અગ્રસચિવ તરીકે ઉત્તમ ફરજ બજાવી છે, પ્રજાકીય કામોને લઈને તેઓ હંમેશા તત્પર રહ્યા છે. ઘરમાં દિપ પ્રગટાવવાની વાત પ્રધાનમંત્રીએ કરી તેના પહેલાં ડૉ. નંદાએ કરી હતી. ડો.નંદા તેમના ઘરમાં વર્ષોથી ઘીનો દિપક પ્રગટાવે છે.

બેદરકારી : “મૌલાના સાદને મરકઝ ન કરવા કહ્યુ હતુ પણ તેઓ માન્યા નહી”

કોરોના ઉપર પ્રતિબંધ : જાણો કયો દેશ છે જ્યાં કોરોના વાઇરસ બોલનારને થાય છે જેલ