Home News સાંભળો ઊંઝાના શર્માની શેખી : “સંજય માધાને મેં એરેસ્ટ કરાવ્યો, આખું કૌભાંડ...

સાંભળો ઊંઝાના શર્માની શેખી : “સંજય માધાને મેં એરેસ્ટ કરાવ્યો, આખું કૌભાંડ હું બહાર લાવ્યો, રેઈડો મેં કરાવી”

Face Of Nation 03-10-2024 : ઊંઝાને બદનામ કરનારા ચીટર એવા શર્મા બંધુના કારનામાએ સૌને ચોંકાવી દીધા છે. વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરો વિરુદ્ધ અરજીઓ કરીને તેની મેલી મુરાદ પાર પાડનારા પ્રબોધ શર્માના એક પછી એક કારનામાઓ બહાર આવી રહ્યા છે. તાજતરમાં શર્માનો વધુ એક ઓડિયો સામે આવ્યો છે જેમાં તે શેખી મારી રહ્યો છે કે, “સંજય માધાને મેં એરેસ્ટ કરાવ્યો, આખું કૌભાંડ હું બહાર લાવ્યો, રેડો મેં કરાવી” ઊંઝામાં અત્યાર સુધી જીએસટી અને સરકારી વિભાગની રેડો કોના ઈશારે અને કોને કરાવી તે ખુદ શર્મા તેના મોંએ કબૂલી રહ્યો છે.
ઊંઝામાં ટ્રાન્સપોર્ટનો ધંધો કરનાર પ્રબોધ શર્માએ તેની ચાલાકીથી સમગ્ર વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરોને અંદરો અંદર ઝઘડતા કરીને એકબીજા વચ્ચે દુશ્મનાવટ ઉભી કરીને સમગ્ર ઊંઝાનું વાતાવરણ ડહોળી દીધું હતું. છેલ્લા ઘણા સમયથી ઊંઝા સતત વિવાદોમાં રહેતું હતું જેને લઈને વેપારીઓથી લઈને ટ્રાન્સપોર્ટરોના ધંધાને માઠી અસર પહોંચી હતી. જો કે આ સમગ્ર કાંડ પાછળ ઊંઝાનો જ એક ટ્રાન્સપોર્ટર હોવાની વાત સામે આવતા જ હાહાકાર મચી ગયો છે. આ ટ્રાન્સપોર્ટર તેનો ધંધો જમાવવા અને પોતાનું વર્ચસ્વ ઉભું કરવા માટે અંદરોઅંદર અન્ય વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરોની જીએસટી વિભાગ સહીત પોલીસમાં અરજીઓ કરતો હતો. આ શર્માનો વધુ એક ઓડિયો સામે આવ્યો છે જેમાં તે એવી શેખી મારી રહ્યો છે કે, “સંજય માધાને મેં એરેસ્ટ કરાવ્યો, આખું કૌભાંડ હું બહાર લાવ્યો, રેડો મેં કરાવી છતાં સાહેબ મારી ઓફિસે આવ્યા, પપ્પાને મેં રવાના કરી દીધા”
પ્રબોધ શર્માના એક પછી એક કારનામાએ સમગ્ર ઊંઝામાં ચર્ચા જગાવી છે સાથે જ ટ્રાન્સપોર્ટરો અને વેપારીઓમાં ઉગ્ર રોષ પણ વ્યાપ્યો છે. બજારમાં રહીને જ બજારના લોકો વિરુદ્ધ અરજી કરનારા ચીટર શર્માના કારનામાઓએ સૌને ચોંકાવી દીધા છે. જીએસટી વિભાગના કર્મચારીઓએ શર્માની ઓફિસે અને ઘરે રેડ પણ કરી હોવાની જાણકારી મળી છે પરંતુ શર્માએ હિસાબોના ચોપડાઓ તે સમયે સગેવગે કરી દીધા હોવાનો તેણે ખુદ એક ઓડિયોમાં સ્વીકાર કર્યો છે. આ ઓડિયો પણ ફેસ ઓફ નેશન પાસે છે જે સ્પષ્ટ કરે છે કે, જીએસટી વિભાગના અધિકારીઓ પાસે પણ છેતરપિંડીથી ચોપડાઓ છુપાઈને શર્માએ કરેલા કાંડ અને બીલોની ચોરી છુપાવવામાં આવી હતી. આ તમામ બાબતોનો ખુદ શર્માએ એક ઓડિયોમાં સ્વીકાર કર્યો છે.
ઊંઝાને બદનામ કરનારા અને શાંતિ ડહોળડનાર શર્માને વેપારીઓ કદાપિ ભૂલશે નહિ. શાતીર દિમાગનો શર્મા હંમેશા વેપારીઓને અંદરો અંદર ઝઘડાવીને તેનો ધંધો જમાવવામાં સફળ થતો રહ્યો પણ એક દિવસ તેનો ભાંડો ફૂટી ગયો અને પ્રજા વચ્ચે તેના કાળા કરતૂતો સાથે ઉઘાડો પડી ગયો. શર્માએ ખોટા આક્ષેપો સાથે અનેક વેપારી સહીત સ્થાનિક રાજકીય લોકોની પણ અરજીઓ કરી હોવાની જાણકારી મળી છે. ખોટી અરજીઓ કરવા બદલ પણ શર્મા સામે કાર્યવાહી કરવી અત્યંત જરીરુ બની છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુકમાં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).

સાંભળો રેકોર્ડિંગ : ઊંઝાનો ટ્રાન્સપોર્ટર GST અને પોલીસને ફોન કરીને અન્ય ટ્રાન્સપોર્ટરોની ટ્રકો અંગેની માહિતી આપતો