Face Of Nation 01-06-2022 : નવસારીના મરોલી પંથકમાં આઈસ્ક્રીમની મોબાઈલ દુકાન ટેમ્પોમાં ચાલે છે. ઉભરાંટ રોડ પર નિમળાઈ ગામે ગ્રાહક કોકો પીતી હતો ત્યારે ગરોળી નીકળી હતી. બાદમાં ગ્રાહકની આઈસ્ક્રિમ વેચતા યુવાન સાથે ચકમક પણ ઝરી હોવાની માહિતી મળી છે. આ ઘટનાનો વિડીયો વહેતો થતા આરોગ્ય વિભાગ કડક કાર્યવહી કરે તેવી માંગ ઉઠી છે. મરોલીમાં પ્રખ્યાત આઈસ્ક્રીમની દુકાન આવેલી છે. જેના દુકાનદાર દ્વારા મોબાઈલ આઈસ્ક્રીમની દુકાન ચલાવી રહ્યા છે.
સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા દુકાનદારો સામે કાર્યવાહી
મંગળવારે બપોરે દેવનારાયણ આઈસક્રીમના એક ટેમ્પોમાં ચાલતી દુકાન ઉભરાટ રોડ પર આવેલ નિમળાઈ ગામે ઊભી હતી ત્યારે ગ્રામજને કોકોનો ઓર્ડર આપ્યો હતો. કોકો પીતા હતા તે દરમિયાન તેમાંથી ગરોળી નીકળી હતી. તો બીજીતરફ આ બાબતે દુકાનદાર અને ગ્રાહક વચ્ચે ચકમક ઝરી હતી. આ બાબતે ગ્રાહકે કોઈ ફરિયાદ નોંધાવી ન હતી. આરોગ્ય વિભાગ દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા આવા દુકાનદારો સામે કાર્યવાહી થાય તેવી માંગ મરોલી પંથકના લોકો કરી રહ્યા છે. આ અંગેનો વિડીયો પણ વહેતો થયો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Politics સ્વાસ્થ્ય સાથે ચેડાં : નવસારીના મરોલીમાં ટેમ્પોમાં ચાલતી “આઈસ્ક્રીમની કોકો”માંથી ગરોળી નીકળી!