Face of Nation 28-11-2021:સંસદનું શિયાળુ સત્ર સોમવારથી શરૂ થતાં પહેલા બોલાવવામાં આવેલી સર્વદળીય બેઠક પૂર્ણ થઈ ગઈ છે. પીએમ મોદી સર્વદળીય બેઠકમાં હાજરી આપવા પહોંચ્યા નહીં. સંસદ સત્રના એક દિવસ પહેલા સરકાર તરફથી બોલાવવામાં આવેલી આ બેઠકમાં કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે, અધીર રંજન ચૌધરી, આનંદ શર્મા, તૃણમૂલ કોંગ્રેસના સુદીપ બેનર્જી, ડેરેક ઓબ્રાયન, ડીએમકીના ટીઆર બાલૂ, ટી શિવા અને એનસીપી નેતા શરદ પવાર સામેલ થયા હતા. આ દરમિયાન ટીએમસી તરફથી સરકાર સમક્ષ 10 મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે.
ટીએમસી તરફથી જે મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે તે છે- બેરોજગારી, ઈંધણ અને જરૂરી વસ્તુની વધતી કિંમતો, એમએસપીને કાયદામાં સામેલ કરવી, રાજ્યોને નબળા પાડવા, બીએસએફનું અધિકાર ક્ષેત્ર, પેગાસસનો મુદ્દો, કોરોનાની સ્થિતિ, મહિલા અનામત બિલ અને ડૂ નોટ બુલડોઝ બિલ્સ.
Delhi | All-Party meeting convened by the government today, ahead of Winter Session of Parliament pic.twitter.com/o5nbuKFVog
— ANI (@ANI) November 28, 2021
તો આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે સર્વદળીય બેઠકનો બહિષ્કાર કરતા બહાર નિકળી ગયા હતા. સંજય સિંહનો આરોપ હતો કે તેમને ન સંસદમાં બોલવા દેવામાં આવે છે ન સર્વદળીય બેઠકમાં. તે પીએમ આવ્યા પહેલા બહાર નિકળી ગયા હતા. સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે સંજય સિંહે કહ્યુ કે, સરકારે સર્વદળીય બેઠક દરમિયાન તેમને બોલવા દીધા નહીં. તેમણે કહ્યું કે, તે સત્ર દરમિયાન એમએસપી ગેરંટીને કાયદા તરીકે લાવવા અને બીએસએફ અધિકાર ક્ષેત્રના મુદ્દાને સંસદ સત્રમાં લાવવાનો મુદ્દો ઉઠાવી રહ્યા હતા. પરંતુ તેમને સર્વદળીય બેઠકમાં બોલવા દેવામાં આવ્યા નહીં.
સંસદનું શિયાળુ સત્ર ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે સરકાર ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાને પરત લેવા માટે એક બિલ રજૂ કરશે. આ બિલ પર પક્ષ અને વિપક્ષમાં જોરદાર તકરાર જોવા મળી શકે છે. વિપક્ષ જ્યાં આ કાયદાને પરત લેવાના મામલામાં સરકારને ઘેરવાના પ્રયાસમાં છે તો સરકારનો પ્રયાસ રહેશે કે વિપક્ષ તરફથી ઉઠાવવામાં આવેલા મુદ્દાનો સંતુલિત જવાબ આપવામાં આવે.
સંસદના આ સત્રમાં વિપક્ષ પેગાસસ સ્પાઈવેયરથી ફોન ટેપિંગના મુદ્દાને પણ ઉઠાવી શકે છે. રાજ્યસભાના સભાપતિ એમ વેંકૈયા નાયડૂએ રવિવારે સાંજે સંસદના ઉપલા ગૃહના રાજકીય દળોના નેતાઓની બેઠક બોલાવી છે. માનવામાં આવી રહ્યું છે કે આ સત્ર ખુબ હંગામેદાર રહી શકે છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)