Home Uncategorized લોકડાઉન લંબાશે, જરૂર પડે ત્યાં કર્ફ્યુ નંખાશે : મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં સંકેત

લોકડાઉન લંબાશે, જરૂર પડે ત્યાં કર્ફ્યુ નંખાશે : મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં સંકેત

ફેસ ઓફ નેશન, (ધવલ પટેલ) 11-04-2020 : લોકડાઉનના પગલે આજે મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી હતી. વડાપ્રધાને આ બેઠકમાં મુખ્યમંત્રીઓ પાસેથી લોકડાઉન મામલે અભિપ્રાય માંગ્યા હતા. જે જોતા લોકડાઉનમા વધારો થાય તેવા સંકેતો મળ્યા છે. જ્યાં ભાજપની સત્તા નથી તેવા રાજ્યોએ પણ લોકડાઉન વધારવાની માંગ કરી છે.
આજે દરેક રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં દરેક મુખ્યમંત્રીઓનો એક સુર ઉઠ્યો છે કે, લોકડાઉનમાં વધારો કરવામાં આવે. જેને લઈને કેન્દ્ર સરકાર લોકડાઉનમાં વધારો કરશે તેવી સ્થિતિ છે. દરેક રાજ્યોના મુખ્યમંત્રીએ આ બાબતે સકારાત્મક જવાબ આપ્યો છે. જે જે રાજ્યોમાં કોરોનાની સ્થિતિ હજુ કંટ્રોલ બહાર છે તેવા તમામ રાજ્યોએ આ બાબતે સહકાર આપ્યો છે. અને લોકડાઉન વધે તેવી માંગ પણ કરી છે.
કોરોના સામે લડવાનો એક માત્ર ઉપાય લોકડાઉન જ છે. જો કે આગામી સમયમાં હવે લોકડાઉન કડક કરવામાં આવશે. જરૂરી લાગશે તે તમામ શહેરોમાં કર્ફ્યુ પણ લગાવવામાં આવશે. હાલની સ્થિતિએ લોકડાઉન ઉઠાવી લેવું મુશ્કેલી ભર્યું બની રહે તેમ છે, દેશમાં દિવસે દિવસે કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર પરિસ્થિતિ ઉપર બાજ નજર રાખી રહ્યા છે.
મોદીએ તમામ રાજ્યોના આરોગ્ય વિભાગના વડા સાથે પણ ચર્ચા કરી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. દેશના મોટાભાગના તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે વિડીયો કોન્ફરન્સ કરીને તેઓએ જરૂરી ચર્ચાઓ કરી છે. સાથે જ કેટલીક મહત્વની સૂચનાઓ પણ આપી હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.
30 એપ્રિલ સુધી લોકડાઉન વધારવાની માંગ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કરી છે. સાથે જ મહારાષ્ટ્ર અને પંજાબના મુખ્યમંત્રીઓએ પણ લોકડાઉન વધારવાની માંગ કરી છે. આ બેઠકમાં મોદી માસ્ક પહેરીને મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા. મુખ્યમંત્રીઓ પણ માસ્ક લગાવીને બેઠા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉન મામલે રાજ્યોના મુખ્યમંત્રીઓનો મત જાણ્યો છે. આગામી સમયમાં હવે વડાપ્રધાન આ મામલે જાહેરાત કરશે. જ્યાં લોકડાઉનનું પાલન નથી થતું ત્યાં કર્ફ્યુ પણ નાખશે તેવી જાણકારી મળી રહી છે. ગઈકાલે એક ખાનગી ટીવી ચેનલના ઇન્ટરવ્યૂમાં અમદાવાદ પોલીસ કમિશનરે પણ એવો ઈશારો કર્યો હતો, કે જરૂર પડશે તો કર્ફ્યુ લાદવામાં આવશે. હવે સત્તાવાર જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે. પરંતુ લોકડાઉન વધશે તે નક્કી છે.

અમદાવાદ : ચાંદલોડિયાના આલ્ફા કોમ્પ્લેક્સમાંથી નમાઝ અદા કરતા 6ની ધરપકડ

Thank You Gujarat Police : લોકડાઉન પછી શું કરશે પોલીસ જવાનો, આ વિડીયો જુઓ અને શેર કરો