Face Of Nation : રાજ્યમાં હાલ લોકડાઉનનો અમલ યોગ્ય રીતે થાય તે માટે પોલીસ પૂરતા પ્રયાસ કરી રહી છે. ગુજરાત રાજ્ય પોલીસ યેનકેન રીતે લોકડાઉનનું પાલન નહીં કરીને ઘર બહાર, શેરી બહાર ટહેલવા નીકળી પડતા કે સોસાયટીના કોમન પ્લોટમાં ટોળા વળીને એકઠા થતા લોકો ઉપર “બાજ” નજર રાખવાનું શરૂ કરી દીધું છે. રાજ્ય પોલીસ વડા દ્વારા દરેક શહેરમાં ડ્રોનની મદદથી પેટ્રોલિંગ કરવાની પણ સૂચના આપવામાં આવી છે. જેને લઈને અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના તમામ શહેરોની પોલીસ ડ્રોન દ્વારા પોતપોતાના વિસ્તારમાં પેટ્રોલિંગ કરીને લોકો ઉપર નજર રાખી રહી છે. લોકોને ખ્યાલ પણ નહીં હોય અને આકાશમાંથી ડ્રોન દ્વારા સોસાયટીમાં કેટલા લોકો ભેગા થયેલા છે, કોણ કોણ છે તે અંગેની જાણકારી મેળવીને ગુનો દાખલ કરવામાં આવી રહ્યો છે. આ પ્રકારના ગુના નોંધવામાં રાજ્યમાં વડોદરા પ્રથમ નંબરે છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે ડ્રોન કેમેરા અને સીસીટીવી ફૂટેજના આધારે કારેલીબાગ ગોત્રી અને રાવપુરા વિસ્તારમાં જુદા જુદા પાંચ ગુના નોંધી 13 લોકોની ધરપકડ કરી છે.
લોકડાઉનમાં લોકો જુદા જુદા બહાના બતાવીને રસ્તા ઉપર ટહેલવા નીકળી પડે છે સાથે જ લોકો એકઠા થઈને સોસાયટીના ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમે છે અને મોજ મસ્તી કરે છે. જેથી સોસાયટીની અંદર શું ચાલી રહ્યું છે તે જાણવું પોલીસ માટે લોઢાના ચણા ચાવવા સમાન બની જાય છે. કંટ્રોલરૂમને અનેક ફરીયાદો સોસાયટીના કોમનપ્લોટમાં, ગેટ આગળ ટોળા ભેગા થયા હોવાની મળે છે પરંતુ પોલીસ સ્થળે પહોંચે ત્યારે ટોળું વિખેરાઈ જાય છે અને લોકોને પકડવા મુશ્કેલ બની જાય છે જેથી પોલીસે હવે ડ્રોન મારફતે ગુપ્ત રીતે બાજ નજર રાખવાનું શરૂ કર્યું છે સાથે જ આ તીસરી નજરમાં કેદ થઇ જતા લોકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે.
કોરોના : વિશ્વના દેશો નિષ્ફ્ળ, ચૈત્રી નવરાત્રીના ઉપવાસ થકી મોદીની દેશની સુરક્ષા માટે પ્રાર્થના
વિશ્વમાં આતંક મચાવનાર કોરોનાથી થતા મોત મામલે વાંચો આ વિશેષ અહેવાલ
કોરોના વાઈરસ : ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટી જવાબદાર, સમગ્ર ઘટનાક્રમ અને પુરાવા સાથેનો વિશેષ અહેવાલ