Face Of Nation, Washington-USA : અમેરીકામાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આજે શનિવારે સવારે પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે, અમેરીકાના ન્યુજર્સીના કેટલાક વિસ્તારોમાં, ન્યુયોર્ક અને કનેક્ટિકટને થોડા સમયમાં લોકડાઉન(કોરન્ટાઇન) કરવાનો નિર્ણય લેવાશે. કોરોના વાઇરસના કેસો અટકાવવા માટે વહેલી તકે આ નિર્ણય લેવામાં આવશે. આ લોકડાઉન બે અઠવાડિયા માટે જાહેર કરવામાં આવશે. મેં ન્યુયોર્ક અને ફ્લોરીડાના ગવર્નર સાથે વાત કરી છે અને લોકડાઉન અંગે ચર્ચા કરી છે. મુસાફરી ઉપર પ્રતિબંધ મુકવાનો પણ અમે વિચાર કરી રહ્યા છીએ કારણ કે તેને કારણે ફ્લોરીડામાં સમસ્યા ઉભી થઇ છે. આ જાહેરાત સમયે ટ્રમ્પના ચહેરા ઉપર ચિંતા સ્પષ્ટ જણાઈ આવતી હતી.
કોરોના વાઇરસ 9/11ની ઘટના કરતા પણ ભયાનક છે : ન્યુયોર્કના ડોક્ટરનું નિવેદન
કોરોના : વિશ્વના દેશો નિષ્ફ્ળ, ચૈત્રી નવરાત્રીના ઉપવાસ થકી મોદીની દેશની સુરક્ષા માટે પ્રાર્થના
કોરોના વાઈરસ : ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટી જવાબદાર, સમગ્ર ઘટનાક્રમ અને પુરાવા સાથેનો વિશેષ અહેવાલ