Home Uncategorized ઓરેન્જ ઝોનમાં કેટલીક છૂટછાટ સાથે લોકડાઉનમાં બે અઠવાડિયા વધારો કરાયો, ગૃહ મંત્રાલયે...

ઓરેન્જ ઝોનમાં કેટલીક છૂટછાટ સાથે લોકડાઉનમાં બે અઠવાડિયા વધારો કરાયો, ગૃહ મંત્રાલયે કરી જાહેરાત

ફેસ ઓફ નેશન, 01-05-2020 : ત્રીજી મેએ પૂરું થતા લોકડાઉનના સમયગાળાને વધારવામાં આવ્યો છે. કેન્દ્ર ગૃહ મંત્રાલય દ્વારા બે અઠવાડિયા વધુ લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. રેડ ઝોનમાં લોકડાઉનનું કડક પાલન કરાવવામાં આવશે. રેડ ઝોનમાં કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે આ મામલે ગાઇડલાઇન પણ જાહેર કરી છે. જો કે ઓરેન્જ ઝોનમાં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. ગ્રીન ઝોનમાં મોટાભાગે તમામ પ્રકારની છૂટછાટ આપી દેવામાં આવી છે. ફેસ ઓફ નેશને સૌ પ્રથમ આ અંગે “3 મે પછી લોકડાઉન કડક નિયમોને આધીન આંશીક રીતે ખોલવામાં આવશે” શીર્ષક હેઠળ અહેવાલ રજૂ કર્યો હતો. જે આજે તદ્દન સાચો પડ્યો છે. ઓરેન્જ ઝોનમાં કેટલીક છૂટછાટ સાથે લોકડાઉનમાં વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, ગાંધીનગર, બનાસકાંઠા, ભાવનગર જિલ્લાઓ અને શહેરોને રેડ ઝોનમાં નાખી દીધા છે. જ્યાં કોઈ છૂટછાટ આપવામાં આવશે નહીં.
કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. તેવામાં લોકડાઉન અસરકારક નીવડે તેમ છે પરંતુ હવે તેમાં વધારો કરવો જરૂરી હતો. ગુજરાતના અમદાવાદમાં સૌથી વધુ કેસો નોંધાઈ રહ્યા છે ત્યારે અમદાવાદમાં લોકડાઉન કડક કરવામાં આવશે. પોલીસ સખ્તાઈથી કામ લેશે. ઓલા અને ઉબેર સહિતની ટેક્સીઓને ઓરેન્જ ઝોનમાં ચલાવવા છૂટ અપાઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી એડ્વાઇઝરી પ્રમાણે ગુજરાતના 9 જિલ્લા રેડ ઝોનમાં, 19 જિલ્લા ઓરેન્જ ઝોનમાં અને 5 જિલ્લા ગ્રીન ઝોનમાં આવે છે. રેડ ઝોનમાં કડક અમલ કરાવવામાં આવશે. જ્યારે ઓરેન્જ ઝોનને થોડીક છૂટછાટ આપવામાં આવી છે. ગ્રીન ઝોનને ઓરેન્જ કરતા થોડી વધુ આંશિક રાહત આપવામાં આવી છે. રાજકોટ, પાટણ અને મહેસાણા સહિતના 19 જિલ્લા ઓરેન્જ ઝોનમાં મુકવામાં આવ્યા છે અને મોરબી, અમરેલી, પોબરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા ગ્રીન ઝોનમાં મુકવામાં આવ્યા છે. જો કે છૂટછાટ અંગે પરિસ્થિતિ મુજબ આખરી નિર્ણય લેવાની સત્તા પણ રાજ્ય સરકારોને આપી છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

1લી મે 1960માં સ્થપાયેલું 60 વર્ષનું ગુજરાત આજે કોરોનાને હરાવવા જંગ લડી રહ્યું છે

સરકારમાં સંકલનનો અભાવ, ગાંધીનગરથી જાહેરાત થાય છતાં અધિકારીઓ અજાણ !

પ્રથમવાર એવો સમય છે કે પ્રજા કર્ફ્યુ માંગે છે અને સત્તા સહમત નથી થતી