Home News લોકડાઉન ખેડુતો માટે સૌથી મોટી સમસ્યા, પાક તૈયાર છે પરંતુ કાપવા મજૂરો...

લોકડાઉન ખેડુતો માટે સૌથી મોટી સમસ્યા, પાક તૈયાર છે પરંતુ કાપવા મજૂરો નથી

ફેસ ઓફ નેશન, 03-04-2020 : નિષ્ણાતો માને છે કે, કોરોના વાયરસના કારણે આખા વિશ્વને મોટું આર્થિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે. લોકડાઉન થવાને કારણે દેશ અને વિશ્વને આર્થિક મંદીનો સામનો કરવો પડી શકે છે. દેશના ખેડૂત પણ કોરોના વાયરસના ગંભીર પરિણામો ભોગવી રહ્યા છે. દેશના ગામોની હાલત એવી થઈ ગઈ છે કે દૂધનો સપ્લાય ઓછો થઇ ગયો છે, કારણ કે મીઠાઇની દુકાનો બંધ હોવાને કારણે દૂધ સપ્લાય કરવામાં આવતું નથી. જે ખેડુતોનો વિશ્વાસ સંપૂર્ણ રીતે મજૂરો પર નિર્ભર છે તે પણ કોરોના વાયરસના કારણે લોકડાઉનનો સામનો કરી રહ્યા છે.
24 માર્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં 21 દિવસના લોકડાઉનની ઘોષણા કરી. ત્યારબાદ કેટલાક લોકોએ ચાલીને અને રિક્ષા દ્વારા સ્થળાંતર પણ કર્યું હતું. 27 માર્ચે, લોકડાઉન નિયમોમાં સુધારો કરવામાં આવ્યો હતો અને કૃષિ કાર્યને આવશ્યક સેવાઓની સૂચિમાં શામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ સંભવત: સરકાર સુધારો કરવામાં મોડી પડી હતી તે દરમિયાન, ગુજરાત, દિલ્હી, પંજાબ, મુંબઇ અને નાગપુર જેવા શહેરોમાં મજૂરો ભયભીત થઈ ગયા અને ગામમાં સ્થળાંતર કરી ગયા. કામદારોના આ સ્થળાંતરને કારણે સૌથી મોટું નુકસાન એવા ખેડુતોને થઈ રહ્યું છે, જેમની ખેતી મજૂરો પર આધારિત હતી. આ સમયે ઘઉંનો પાક પાકી ગયો છે અને તેમની લણણીનો સમય પૂરો થઈ રહ્યો છે, પરંતુ મજૂરોની અછતને કારણે પાક ખેતરમાં બરબાદ થઈ રહ્યો છે. દરમિયાન હવામાનનો ડર પણ છે, બીજી બાજુ જે ખેડૂતોએ પાક લણી લીધો છે તેઓને વેચાણનો પ્રશ્ન ઉભો થયો છે. જયારે લોકડાઉન ખુલશે ત્યારે ચારે બાજુથી મોટી સંખ્યામાં લોકો ઘઉં સહિતના પાકો બજારમાં ઠલવશે પરિણામે માલની આવક વધશે અને ભાવોમાં ઘટાડો થશે. જેથી ખેડૂતને નક્કી કરેલો ભાવ પણ મળશે નહીં.

બેદરકારી : “મૌલાના સાદને મરકઝ ન કરવા કહ્યુ હતુ પણ તેઓ માન્યા નહી”

લોકડાઉનના ઉલ્લંઘનને લઈ કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને કડક કાર્યવાહીનો આદેશ આપ્યો