Face of Nation 04-12-2021: દુનિયાના કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના હાહાકારની વચ્ચે જર્મનીમાં વેક્સિન ન લેનાર લોકો માટે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.
ઓમિક્રોનનો વકરતો અટકાવવા માટે દુનિયાના દેશો પોતાની રીતે કડક પગલાં ભરી રહ્યાં છે. કેટલાક તો સરહદો બંધ કરીને બેઠા છે તો વળી બીજા કેટલાક લોકડાઉન લગાડવાની તૈયારી કરી રહ્યાં છે. આ દરમિયાન જર્મનીએ પણ એક કડક પગલું ભર્યું છે જે બીજા દેશોએ અપનાવવા જેવું છે.
જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલે વેક્સિન ન લેનાર લોકો માટે લોકડાઉન લગાડવાની જાહેરાત કરી છે. વેક્સિન ન લેનાર લોકો હવે જાહેર સ્થળોએ નહીં જઈ શકે ત્યાં સુધી કે જરુરી સામાન પણ ખરીદી નહીં શકે. જર્મનીમાં ફેબ્રુઆરીથી તમામ લોકો માટે વેક્સિન અનિવાર્ય કરી દેવાઈ છે.
WHOના દક્ષિણ પૂર્વ એશિયા વિસ્તારના અધ્યક્ષ ડોક્ટર પૂનમ ખેત્રપાલે કહ્યું કે આવું થવું અણધાર્યું નહોતું, આ ઘટનાથી સ્પસ્ટ થાય છે કે દરેક દેશે આ વાયરસને ફેલાતો અટકાવવા સચેત રહેવાની જરુર હતી. લોકોએ સારા ફિટિંગ વાળું માસ્ક પહેરવું જોઈએ તથા સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું પડશે, લોકોએ ભીડભાડવાળી જગ્યાએ જતા બંધ કરવું જોઈએ. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)