Home Uncategorized આખરે હવે ગુજરાતમાં લાગી શકે છે લોકડાઉન, એક અઠવાડિયા સુધી કડક લોકડાઉન...

આખરે હવે ગુજરાતમાં લાગી શકે છે લોકડાઉન, એક અઠવાડિયા સુધી કડક લોકડાઉન કરવામાં આવે તેવી શક્યતા

Face Of Nation, 26-04-2021 : સતત કોરોનાને કારણે બગડતી જઈ રહેલી સ્થિતિને જોતા કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યો માટે નવી ગાઇડલાઈન જાહેર કરી છે. આ ગાઈડ લાઈનમાં જણાવવામાં આવ્યું છે કે ક્યારે લોકડાઉન લગાવવાનું છે અને ક્યારે કન્ટેનમેન્ટ ઝોન બનાવવાના છે. એડવાઈઝરીમાં લખવામાં આવ્યું છે કે રાજ્ય સરકારોએ લોકો સામે કડક પગલાં લેવા પડશે. કોઈ વિસ્તારમાં પોઝિટિવિટી રેટ સતત એક સપ્તાહ સુધી 10% આવે છે કે કોઈ હોસ્પિટલમાં 60% બેડ ભરાય જાય છે તો ત્યાં 14 દિવસનું લોકડાઉન જરૂરી છે. જેથી હવે ગુજરાતમાં લોકડાઉન લગાવવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે. કેન્દ્રએ માર્ગદર્શિકા જાહેર કર્યા બાદ હવે ગુજરાતમાં અઠવાડિયા સુધી કડક લોકડાઉન લગાવવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. વધતા જતા કોરોનાના કેસોને કાબુમાં લેવા હવે લોકડાઉન અત્યન્ત જરૂરી બની ગયું છે.
રાજ્યોના જિલ્લામાં નાના-નાના કન્ટેનમેન્ટ ઝોન બનાવવાની સલાહ આપવામાં આવી છે. ગૃહ મંત્રાલયે કહ્યું કે મોટા કન્ટેનમેન્ટ ઝોન બનાવવાથી બચવું જોઈએ. જરૂર પડે તો સમગ્ર વાતની યોગ્ય તપાસ કર્યા બાદ જ આ પગલાં ઉઠાવવામાં આવે. પહેલાં તપાસ કરી લેવું જરૂરી છે કે કેટલી મોટી વસ્તીમાં સંક્રમણ ફેલાયું છે અને કેટલાં વિસ્તારને બંધ કરવા જોઈએ. ગૃહ મંત્રાલયે કહ્યું કે લોકડાઉન લગાવવાથી પહેલાં એક ફ્રેમવર્ક તૈયાર કરવાામાં આવે કે જેથી લોકડાઉન લગાવવાનો હેતુ પુરો થઈ શકે.
રાજ્ય માટે કેન્દ્રની નવી ગાઇડલાઈન :
1. કર્ફ્યૂનો સમય નિશ્ચિત કરવાની છૂટ સ્થાનિક પ્રશાસનને આપવામાં આવે. નાઈટ કર્ફ્યૂમાં જરૂરી વસ્તુઓને છોડીને તમામ પ્રકારની અવરજવર બંધ કરવામાં આવે.
2. સામાજિક, રાજકીય, ખેલ, મનોરંજન, શિક્ષણ, સંસ્કૃતિ, ધર્મ અને ઉત્સવને કારણે થતી ભીડવાળા આયોજન પર પ્રતિબંધ મુકવામાં આવે.
3. લોકોને એકબીજાને મળવા માટે રોકવાથી જ આ વાયરસને ફેલાતો અટકાવી શકાય છે.
4. લગ્નોમાં મહેમાનોની સંખ્યા 50 અને અંતિમ સંસ્કારમાં લોકોની સંખ્યા 20 નક્કી કરવામાં આવે.
5. શોપિંગ કોમ્પ્લેક્સ, સિનેમા હોલ, રેસ્ટોરાં-બાર, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, જિમ, સ્પા, સ્વીમિંગ પૂલ અને ધાર્મિક સ્થળોને બંધ કરવામાં આવે.
6. પબ્લિક અને પ્રાઈવેટ સેક્ટર સાથે જોડાયેલી જરૂરી સેવાઓને જ ચાલુ રાખવામાં આવે.
7. ટ્રેન, મેટ્રો, બસ અને કેબ અડધી ક્ષમતાની સાથે જ ચલાવવાની છૂટ આપી શકાય છે.
8. આંતરરાજ્ય કે રાજ્યની અંદર ચાલતા વાહનો પર પ્રતિબંધ ન લગાવવામાં આવે. જરૂરી સામાન સાથે જોડાયેલાં ટ્રાંસપોર્ટ વાહનોને કોઈપણ કાળે રોકવામાં ન આવે.
9. અડધાં કર્મચારીઓની સાથે ઓફિસ ખોલવાની છૂટ આપી શકાય છે.
10. ફેક્ટ્રી અને વૈજ્ઞાનિક રિસર્ચ સાથે જોડાયેલી સંસ્થાઓને છૂટ આપવામાં આવે, પરંતુ ત્યાં કોરોનાથી બચવા માટેના નિયમોનું પાલન થાય. સમય-સમયે કર્મચારીઓના રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)

અમદાવાદની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં નેતાઓ અને અધિકારીઓ માટે કેટલાક બેડ રિઝર્વ છે !