Home Uncategorized હવે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી શકશે પોતાનું OBC લિસ્ટ, લોકસભામાં બિલ...

હવે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી શકશે પોતાનું OBC લિસ્ટ, લોકસભામાં બિલ પાસ

Face Of Nation, 10-08-2021: રાજ્યોને પોતાના ઓબીસી લિસ્ટ બનાવવાનો અધિકાર આપનાર સંવિધાન સંશોધન વિધેયકને મંગળવારે લોકસભામાં મંજૂરી મળી ગઈ છે. લોકસભામાં પક્ષ-વિપક્ષ બધાએ બિલના સમર્થનમાં વોટ આપ્યા હતા. બિલના સમર્થનમાં 385 વોટ જ્યારે વિરોધમાં એકપણ વોટ પડ્યો ન હતો. લોકસભામાં સરકારે સોમવારે ઓબીસી સંબંધિત (127મું સંશોધન) વિધેયક 2021 રજુ કર્યું હતું, જે રાજ્યને સરકાર અને સંઘ રાજ્ય ક્ષેત્રને સામાજિક તથા શૈક્ષણિક દ્રષ્ટીથી પછાત વર્ગોની સ્વંય રાજ્ય સૂચી/સંઘ રાજ્ય ક્ષેત્ર સૂચી તૈયાર કરવા માટે સશક્ત બનાવે છે. લોકસભામાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ. વીરેન્દ્ર કુમારે અન્ય પછાત વર્ગ સંબધિત સંવિધાન (127મું સંશોધન) વિધેયક 2021 રજુ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે આ વર્ષે 5 મે ના રોજ એક આદેશ આપ્યો હતો. આ આદેશમાં કહેવામાં આવ્યું હતું કે રાજ્યોને સામાજિક અને શૈક્ષણિક રૂપથી પછાત લોકોને નોકરી અને એડમિશનમાં અનામત આપવાનો અધિકાર નથી. આ માટે જજોએ 102ના સંવિધાનનો હવાલો આપ્યો હતો.

વિધેયકના ઉદ્દેશ્યો અને કારણોમાં કહેવામાં આવ્યું છે કે સંવિધાન 102મું અધિનિયમ 2018ને પારિત કરતા સમયે ઉદ્દેશ્ય એ હતો કે આ સામાજિક અને શૈક્ષણિક દ્રષ્ટીથી પછાત વર્ગોની કેન્દ્રીય સૂચિથી સંબંધિત છે. આ એ તથ્યને માન્યતા આપે છે કે 1993માં સામાજિક અને શૈક્ષણિક દ્રષ્ટીથી પછાત વર્ગોની સ્વંયની કેન્દ્રીય સૂચીની જાહેરાત પૂર્વ ઘણા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની અન્ય પછાત વર્ગોની પોતાની રાજ્ય સૂચી/સંઘ રાજ્ય ક્ષેત્ર સૂચી છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)