Home Uncategorized લોકસભાના પરીણામો સમગ્ર વિશ્વને ચોંકાવશે, ભારતને મહિલા વડાપ્રધાન મળશે ! :...

લોકસભાના પરીણામો સમગ્ર વિશ્વને ચોંકાવશે, ભારતને મહિલા વડાપ્રધાન મળશે ! : આચાર્ય જયદેવ

Face Of Nation, Ahmedabad : લોકસભાની ચૂંટણી બાદ હવે સૌની નજર પરીણામો ઉપર સ્થિર થઈ છે. ભારત સહિત વિશ્વના દેશોની નજર લોકસભાના પરીણામ ઉપર મંડાયેલી છે જો કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આવનારી લોકસભાના પરીણામો સમગ્ર વિશ્વ માટે ચોંકાવનારા સાબિત થશે. જ્યોતિષાચાર્ય આચાર્ય જયદેવના જણાવ્યા અનુસાર, ગ્રહોની દ્રષ્ટિએ જોઈએ તો નરેન્દ્ર મોદી ભારત દેશના વડાપ્રધાન નહીં બને અને આવનારી લોકસભાના પરીણામો બાદ ભારતને એક મહીલા વડાપ્રધાન મળશે. આ વાત સમગ્ર વિશ્વ માટે ચોંકાવનારી બની રહેશે તેમ પણ તેમણે વધુમાં જણાવ્યું હતું.
ભારત દેશના, ભાજપ પક્ષના અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગ્રહોને લઈ ફેસ ઓફ નેશન સાથે વાતચીત કરતા ખ્યાતનામ જ્યોતિષાચાર્ય આચાર્ય જયદેવે જણાવ્યું હતું કે, ભારતની કુંડળીમાં શનિ ગ્રહ સૂર્યની સામે નવમા સ્થાને આવે છે. શનિને ન્યાયના દેવ માનવામાં આવે છે. જે ભારત દેશની કુંડળીના ત્રીજા સ્થાને નજર કરે છે જેથી સરકારની પ્રગતિ થાય, દેશ મજબૂતી તરફ આગળ વધે અને મધ્યમ વર્ગને રાહત થાય તેમ કહેવામાં કોઈ બે મત નથી. આ ગ્રહોને જોતા એમ પણ કહી શકાય કે દેશમાં અસ્થિર સરકાર નહીં બને. કોઈ પણ દેશના ગ્રહો અગત્યના હોય છે. જે તે દેશમાં થનારી રાજકીય, કુદરતી અને માનવ સર્જિત આફતો માટે તથા જે તે દેશના વિકાસ અને વડાપ્રધાન કે પ્રમુખ સહિતના મુદ્દાઓ પણ ગ્રહો ઉપર આધારીત હોય છે. ભારતની આઝાદીની કુંડળી જોતા તેમાં શુક્ર બળવાન થઇ રહ્યો છે જેથી ભારતનું સુકાન કોઈ મહિલાના હાથમાં આવશે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. જે મહિલાના હાથમાં દેશનું સુકાન આવશે તે મહિલા પાવરફુલ હશે અને તે ભારતનું ઉજળું ભાવિ દેખાડશે. આવનારી લોકસભાના પરીણામો સમગ્ર વિશ્વને ચોંકાવશે. નરેન્દ્ર મોદીના ગ્રહો જોતા તેઓને આવનારા સમયમાં અનેક અણધારી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે અને તેઓ વડાપ્રધાન પદ પર નહીં રહી શકે. તેમના ગ્રહો જોતા આગામી સમય તેમના માટે અત્યંત કપરો સાબિત થશે.

જ્યોતિષ શાસ્ત્રનું ગ્રહ ગણિત : ભાજપને કુલ 187-190 સીટો મળશે જયારે ગુજરાતમાં 10-15 સીટો મળશે