Home Religion પ્રેમી-પંખીડાની છલાંગ; સુરતમાં કામરેજના ખોલવડ પુલ પરથી યુવક અને યુવતીએ તાપી નદીમાં...

પ્રેમી-પંખીડાની છલાંગ; સુરતમાં કામરેજના ખોલવડ પુલ પરથી યુવક અને યુવતીએ તાપી નદીમાં છલાંગ લગાવી, બંનેની જ્ઞાતિ અલગ હોવાથી કર્યો આપઘાત!

Face Of Nation 29-06-2022 : સુરતમાં કામરેજ નજીક આવેલા ખોલવડ ગામના સ્મશાન પરથી પસાર થતા તાપી નદીના ઓવરબ્રિજ પરથી પ્રેમી-પંખીડાએ સાથે જીવી ન શકતા સાથે જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. બન્ને પ્રેમી-પંખીડા ઓવરબ્રિજ પરથી તાપીમાં છલાંગ લગાવી હતી. જેમાં યુવતીને સ્થાનિક માછીમારોએ બચાવી લીધી હતી. જ્યારે યુવકની ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ ચાલુ છે.
બંને એક જ સોસાયટીમાં સામે રહેતા હતા
કામરેજમાં એક જ સોસાયટીમાં રહેતા યુવક અને યુવતીએ પ્રેમમાં એક ન થઇ શકતા જીવન ટૂંકાવવા માટે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં બંને રાત્રે ઘરેથી નીકળી ગયા હતા. વહેલી સવારે તાપી નદીના ઓવરબ્રિજ પરથી ઝંપલાવ્યું હતું. યુવક અને યુવતી બંને મૂળ સૌરાષ્ટ્રના વતની છે અને કામરેજ ખાતે રહે છે. યુવતી અને યુવકની બંનેની જ્ઞાતિ અલગ હોવાથી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
યુવતીને સ્થાનિક માછીમારોએ બચાવી લીધી
ફાયર બ્રિગેડના અધિકારી પ્રવીણ પટેલે જણાવ્યું હતું કે, સવારે 5.45 વાગ્યા આસપાસ કોલ મળ્યો હતો. ત્યારબાદ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સ્થાનિક નાવડાવાળાએ યુવતીને બચાવી લીધી હતી. જેથી તેને તાત્કાલિક 108ની મદદથી સરકારી હોસ્પિટલ રવાના કરવામાં આવી હતી. જ્યારે યુવક તાપી નદીમાં ગરકાવ થયો હોવાથી તેની શોધખોળ આદરવામાં આવી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).