Face Of Nation 01-04-2022 : આજથી નવું નાણાકીય વર્ષ 2022-23 શરૂ થયું છે. નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે જ મોંઘવારીનો જોરદાર આંચકો લાગ્યો છે. પહેલી એપ્રિલે એલપીજી ગેસ સિલિન્ડરની નવી કિંમતો જાહેર કરવામાં આવી છે. સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પહેલી એપ્રિલના રોજ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 250 રૂપિયાનો વધારો કર્યો છે. આ વધારો ઘરેલુ એલપીજી સિલિન્ડરમાં નહીં પરંતુ કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં થયો છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. તમને જણાવી દઈએ કે ગયા મહિને 22 માર્ચે એલપીજી સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો જ્યારે કોમર્શિયલ ગેસ સિલિન્ડર સસ્તો થયો હતો. નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે ઘરેલુ એલપીજીના ભાવમાં વધારો ન થતાં સામાન્ય માણસને થોડી રાહત મળી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સબસિડી વગરના 14.2 કિલોના ગેસ સિલિન્ડરની કિંમત 949.5 રૂપિયા છે. સ્થાનિક એલપીજી સિલિન્ડરની કિંમત કોલકાતામાં 976 રૂપિયા, મુંબઈમાં 949.50 રૂપિયા અને ચેન્નાઈમાં સબસિડી વિનાના સિલિન્ડરની કિંમત 965.50 રૂપિયા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).