https://youtu.be/TZ-fEONWmnE
Face Of Nation 07-03-2022 : રશિયા અને યુક્રેનનો આજે 12મો દિવસ છે. રશિયાની સેના દ્વારા આજે સવારે મિસાઈલ વડે હુમલો કરતાં લુહાન્સ્કમાં જોરદાર વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટને કારણે તેલના ડેપોમાં ભીષણ આગ લાગી છે. રશિયાની સેનાએ યુક્રેનની રાજધાની કિવ પર બે બાજુથી હુમલો કર્યો છે. બીજી તરફ રશિયાએ પાડોશી દેશોને ધમકી આપી હતી કે જો તેઓ યુક્રેનને એરક્રાફ્ટ કે અન્ય હથિયારો આપીને મદદ કરશે તો તેમને પણ યુદ્ધમાં સામેલ ગણવામાં આવશે.
રશિયા મોટા હુમલાની તૈયારીમાં
રશિયા હવે રાજધાની કિવ, ખાર્કિવ અને માયકોલાઈવ પર મોટા હુમલાની તૈયારી કરી રહ્યું છે.મળતી માહિતી મુજબ રશિયન સેના છેલ્લા 36 કલાકથી હુમલાની તૈયારી કરી રહી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).