Home Gujarat ગુજરાતમાં લમ્પીનો ભરડો : 17 જિલ્લાના 50 હજારથી વધુ પશુઓને “લમ્પી વાઇરસ”,...

ગુજરાતમાં લમ્પીનો ભરડો : 17 જિલ્લાના 50 હજારથી વધુ પશુઓને “લમ્પી વાઇરસ”, 1240 પશુઓના મોત; 5.74 લાખનું રસીકરણ!

Face Of Nation 30-07-2022 : રાજ્યમાં મહામારી કોરોનાએ માનવ પર કહેર વરસાવ્યા બાદ લમ્પી નામનો વાઇરસ પશુઓને શિકાર બનાવી રહ્યો છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે હાલની સ્થિતિએ અત્યાર સુધી કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી,સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ, જુનાગઢ, ગીર સોમનાથ, બનાસકાંઠા, સુરત ,પાટણ અરવલ્લી અને પંચમહાલ મળી કુલ 17 જિલ્લાના 1746 ગામોમાં 50,328 પશુઓને લમ્પી સ્કીન ડીસીઝ થયો હતો. જેથી અસરગ્રસ્ત તમામ પશુઓને સારવાર આપવામાં આવી છે.
સરકાર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું
કૃષિ અને પશુપાલન મંત્રીએ ઉમેર્યું કે, રાજ્યમાં આ રોઞનો જ્યારથી પ્રથમ કેસ દેખાયો ત્યારથી જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જેના પરિણામે આ રોગને વધુ ફેલાતો રોકવામાં સફળતા મળી છે. અસરગ્રસ્ત જિલ્લાઓમાં સર્વે સહિત સારવાર અને રસીકરણની કામગીરી યુધ્ધના ધોરણે હાલ ચાલી રહી છે
1240 પશુઓનાં મોત, 5.74 લાખનું રસીકરણ
મંત્રીએ ઉમેર્યું કે,અત્યાર સુધી રાજ્યમાં કુલ 1240 પશુઓનાં લમ્પી સ્કીન ડીસીઝનાં કારણે મોત થયા હોવાનું નોંધાયું છે. નિરોગી પશુઓમાં રોગનો ફેલાવો ન થાય તે માટે અત્યાર સુધી 5.74 લાખથી વધુ પશુઓમાં રસીકરણ કરવામાં આવ્યું છે અને હાલમાં જિલ્લા કક્ષાએ 10 લાખથી વધુ રસીના ડોઝ ઉપલબ્ધ છે. તો બીજીતરફ આ 17 જિલ્લાઓમાં પશુપાલન ખાતાના 192 પશુચિકિત્સા અધિકારીઓ અને 568 પશુધન નિરિક્ષકો દ્વારા અસરગ્રસ્ત ગામોમાં સઘન સર્વે, સારવાર અને રસીકરણની કામગીરી ચાલુ છે. વધારાના 298 આઉટસોર્સડ પશુચિકિત્સકોને દસ ગામ દીઠ મોબાઈલ પશુદવાખાનાના વાહન સહિત આ રોગના સર્વે, સારવાર અને રસીકરણની કામગીરીમાં સામેલ કરવામાં આવી છે.
8 દિવસમાં 15,583 લોકોએ હેલ્પ લાઇન પર ફોન કર્યા
તેમણે ઉમેર્યું કે,પશુપાલકને આ રોગમાં તાત્કાલિક સારવાર અને અન્ય માહિતી માટે શરુ કરેલ ટોલ ફ્રી હેલ્પલાઈન 1962 પર છેલ્લા આઠ દિવસમાં 15,583 એટલે કે દરરોજ સરેરાશ 1948 જેટલા કોલ્સ લમ્પી સ્કીન ડીસીઝ માટે આવ્યા છે. રાજ્યમાં લમ્પી સ્કીન ડીસીઝનાં નિયંત્રણ માટે રાજ્ય સરકાર દ્વારા કુલ 14 જિલ્લ્લાઓમાં પશુઓની હેરફેર અને પશુ મેળાઓ પર પ્રતિબંધ માટે 26મી જુલાઈ 2022ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરેલ છે. સાથોસાથ આ રોગના નિયંત્રણ અને મોનિટરિંગ માટે કલેકટરના અધ્યક્ષસ્થાને સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓ અને જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘના ચેરમન સહિતની સમિતિની રચના અંગેનો ઠરાવ કરવામાં આવ્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).