Face Of Nation 16-05-2022 : આજે 16મી મેના (સોમવાર)ના રોજ વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ લાગશે. આ પૂર્ણ ચંદ્ર ગ્રહણ છે અને દુનિયાનાં ઘણા ભાગમાં જોવા મળશે. જોકે આ ચંદ્ર ગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં. જ્યારે સૂર્ય, ધરતી અને ચંદ્ર ત્રણેય સીધી રેખામાં આવી જાય છે, તો આવી સ્થતિમાં ધરતીની છાયા ચંદ્ર પર પાડવા લાગે છે. ત્યારે તેને ચંદ્ર ગ્રહણ કહે છે. તો બીજીતરફ વર્ષ 2022નું પહેલું ચંદ્ર ગ્રહણ ભારતીય સમય અનુસાર, 16મી મે, સોમવારે સવારે 7:57 વાગ્યાથી શરૂ થશે. જે બપોરે 12:20 સુધી રહેશે. આ ચંદ્ર ગ્રહણનો ગ્રહણ કાળ લગભગ 5 કલાકનો રહેશે. જોકે ભારતમાં જોવા ન મળવાને કારણે તેનો સૂતક કાળ માન્ય રહેશે નહીં.
આજે ચંદ્ર લાલ, તાંબા જેવો જોવા મળશે
ચંદ્ર ગ્રહણનાં દિવસે ચંદ્ર લાલ રંગનો જોવા મળશે. એટલા માટે તેને બ્લડ મૂન પણ કહેવામાં આવે છે. ગ્રહણ દરમિયાન ચંદ્રનો રંગ બદલાવાને લઈને વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ દરમિયાન સૂર્યનો પ્રકાશ પૃથ્વીથી થઈને ચંદ્ર પર પડે છે. એટલા માટે સૂર્યની છાયા પડવાને કારણે ચંદ્રનો રંગ ગ્રહણ દરમિયાન બદલાઈ જાય છે. આ દરમિયાન ચંદ્ર લાલ, તાંબા જેવો જોવા મળે છે. જે લોકો કાલે બ્લડ મૂન જોવા માંગે છે, તેઓ નાસાની સાઈટ અથવા ટ્વીટર અકાઉન્ટ પર જઈને લાઈવ સ્ટ્રીમ જોઈ શકશે. નાસા સવારે 8:33થી લાઈવ સ્ટ્રીમ બતાવશે.
વૃશ્ચિક રાશિમાં થઇ રહ્યું છે ચંદ્ર ગ્રહણ
ચંદ્ર ગ્રહણ એક ખગોળીય ઘટના છે, પરંતુ તેનું ધાર્મિક અને જ્યોતિષીય મહત્વ પણ છે. આ ગ્રહણ વૃશ્ચિક રાશિમાં થવા જઈ રહ્યું છે. જ્યારે ત્યાર બાદ 8મી નવેમ્બરનાં રોજ લાગનાર વર્ષનું છેલ્લું ચંદ્ર ગ્રહણ વૃષભ રાશિમાં લાગશે. આજ રોજ ચંદ્ર ગ્રહણ વૈશાખ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાનાં રોજ લાગશે, જેને બુદ્ધ પૂર્ણિમા પણ કહે છે. આ જ દિવસે ગૌતમ બુદ્ધનો પણ જન્મ થયો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).