Face Of Nation, 07-08-2021: પંચમહાલ જિલ્લાના ભાજપના માજી સાંસદ પ્રભાતસિંહ ચૌહાણનો પુત્ર વિજયસિંહના ઘરેથી વીજ ચોરી ઝડપાતા વીજ કંપનીએ મસમોટો દંડ ફટકાર્યો છે. મધ્ય ગુજરાત વીજ કંપનીએ વિજયસિંહ ચૌહાણને એક લાખ પંચાણું હજાર ઉપરાંતનો દંડ ફટકાર્યો છે. જે બાદ આખા પંથકમાં આ કિસ્સાએ ચર્ચાનું કારણ બન્યો છે. ઉલ્લેખનીય છે કે ગોધરા તાલુકાના મહેલોલ મુવાડી ગામમાં પ્રભાતસિંહ ચૌહાણનો પરિવાર રહે છે.
મળતી માહિતી પ્રમાણે, ગોધરા સ્થિત મધ્ય ગુજરાત વીજ કંપનીની સર્કલ ઓફિસરની ટીમે શુક્રવારે મહેલોલની મુવાડી ગામે તથા આસપાસ વિસ્તારમાં વીજચોરી સંદર્ભે તપાસ હાથ ધરી હતી. આ તપાસની કામગીરી દરમિયાન મહેલોલની મુવાડી ગામે રહેતા અને પંચમહાલના ભાજપના માજી સાંસદ પ્રભાતસિંહ ચૌહાણના રહેણાંક મકાનની બાજુમાં રહેતા તેમના પુત્ર વિજયસિંહના ઘરે પણ તપાસ કરવામાં આવી હતી. વિજયસિંહના ઘરે લગાવેલ મીટરમાં બાયપાસ કનેક્શન કરી વીજચોરી આચરવામાં આવી હોવાનું દેખાયું હતું.
તપાસમાં ગેરરીતી ઝડપાતા, સર્કલ ઓફિસર એમ. આર. બારૈયાએ વીજચોરી સંદર્ભે રૂપિયા એક લાખ પંચાણું હજાર ઉપરાંતનો દંડ ફટકારવામાં આવ્યો હતો. હાલ આ ઘટનાને કારણે આખા વિસ્તારમાં પ્રભાતસિંહ ચૌહાણનો પરિવારની ચર્ચા થઇ રહી છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)