Face Of Nation, 25-10-2021: ગુજરાતમાં ધીરે ધીરે શિયાળાની શરૂઆત થઇ રહી છે ત્યાકે અનેક રવિવારે અનેક વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. આ સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. હવામાન ખાતાના જણાવ્યા મુજબ ભેજ અને ગરમીને કારણે લોકલ ફોર્મેશન બન્યું હતું અને જેની અસરના ભાગરૂપે વરસાદી ઝાપટાં પડ્યા હતા. પવનની દિશા બદલાઇ છે. જેની અસર જોવા મળી રહી છે. આ સાથે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી ત્રણેક દિવસ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે અને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં માવઠાની શક્યતાઓ છે.
હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની સંભાવના વ્યક્ત કરતા જણાવ્યુ છે કે, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં માવઠાની સંભાવનાઓ છે. તેની સાથે આગામી ત્રણેક દિવસમાં લઘુત્તમ તાપમાનમાં પણ બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. જેથી આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો અનુભવાશે.
ઉત્તર પાકિસ્તાન તરફના વેસ્ટર્ન ડિર્સ્ટબન્સને કારણે હવામાન ખાતાએ આગાહી કરી છે કે, આજે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દ્વારકા, ભાવનગર, કચ્છ તથા ઉત્તર ગુજરાતમાં અરવલ્લી સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ થવાની શક્યતા છે. આ સાથે તેમ પણ કહ્યુ છે કે, આ સિવાયના રાજ્યના બાકીના ભાગોમાં વાતાવરણ સુક્કુ રહેશે.
ઉલ્લેખનીય છે કે શિયાળાની સિઝન શરૂ થતાં જ આરોગ્ય વિભાગના નિષ્ણાંતોનું કહેવું છે કે, કોરોના અને સ્વાઈનફ્લુ અંગે લોકોએ તકેદારી રાખવી જરૂરી છે. આ વખતના શિયાળામાં આ બંને સંક્રમણ વકરી શકે તેવી દહેશત છે. ગયા વર્ષે પણ દિવાળી પછી કોરોનાના કેસો ઝડપી વધ્યાં હતાં. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)