Home Uncategorized પી.એમ મોદી અમર શહીદ બિરસા મુંડાની જયંતી પર ભોપાલ પહોંચ્યા, રામ રામથી...

પી.એમ મોદી અમર શહીદ બિરસા મુંડાની જયંતી પર ભોપાલ પહોંચ્યા, રામ રામથી કર્યું આદિવાસીઓનું સ્વાગત

Face Of Nation, 15-11-2021: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમર શહીદ બિરસા મુંડાની જયંતી પર જનજાતીય ગૌરવ દિવસ સમારોહમાં સામેલ થવા માટે ભોપાલ પહોંચ્યા. અહીં આદિવાસી કલાકારોએ પરંપરાગત નૃત્ય સાથે તેમનું સ્વાગત કર્યું. તેમણે ભાજપના વયોવૃદ્ધ નેતા લક્ષ્મીનારાયણ ગુપ્તાનું સન્માન પણ કર્યું. ગુપ્તા હિન્દુ મહાસભાથી મધ્ય પ્રદેશની પહેલી વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા.

પીએમ મોદીએ કહ્યું કે ગીતના શબ્દોને બારીકાઈથી સાંભળ્યા, કદાચ દેશના લોકોને જીવન જીવવાનું કારણ, ઈરાદા, જીવન હેતુ વગેરે પ્રદર્શિત કરે છે. નૃત્યથી તમે જણાવ્યું કે શરીર ચાર દિવસમાં માટીમાં ભળી જશે. આદિવાસીઓ કહે છે કે તેઓ શીખી ચૂક્યા છે, આપણે શીખવાની જરૂર છે. આદિવાસી આપણને શું સમજાવી રહ્યા છે કે ધરતી, ખેતરો, કોઈના નથી. ધન સંપત્તિ બધુ અહીં છોડીને જવાનું છે. સંગીતમાં જે શબ્દ જંગલમાં જીવન પસાર કરનારા આદિવાસીઓએ જીવનમાં આત્મસાત કર્યા છે તેનાથી મોટો દેશનો વારસો અને પૂંજી શું હોઈ શકે. આ સેવાભાવથી શિવરાજ સરકારે રાશન, ગ્રામ યોજના, મધ્ય પ્રદેશ સિકલ પ્રોગ્રામથી આદિવાસીઓનું જીવન સારું થશે.

પીએમ મોદીએ જનજાતીય સમાજને સંબોધન કર્યું. તેમણે કહ્યું કે બધાના ભગવાન બિરસા મુંડાના જન્મદિવસની શુભકામનાઓ. ભારત પહેલીવાર જનજાતીય ગૌરવ દિવસ ઉજવી રહ્યો છે. આઝાદી બાદ પહેલીવાર આટલા મોટા પાયે તેમના યોગદાનને યાદ કરાઈ રહ્યું છે. તેમને સન્માન અપાઈ રહ્યું છે.

પીએમ મોદીએ આદિવાસીઓના પ્રદર્શનને નિહાળ્યું. ત્યારબાદ જંબુરી મેદાન મંચ પર ભગવાન બિરસા મુંડાને નમન કર્યા.

હબીબગંજ રેલવે સ્ટેશનના વર્લ્ડ ક્લાસ પુર્નવિકાસ કાર્ય પૂરું થતા તેનું નામકરણ કરીને રાણી કમલાપતિ રેલવે  સ્ટેશન સાથે દેશને સમર્પિત થશે. પીએમ મોદી જનજાતીય ગૌરવ દિવસમાં સામેલ થયા બાદ તેનું લોકાર્પણ કરશે. આ રેલવે સ્ટેશનની  ભવ્યતા તેની તસવીરોથી સ્પષ્ટ છલકે છે. આ સ્ટેશન પર મુસાફરોની સુગમતાને ધ્યાનમાં રાખીને અનેક એસ્કેલેટર લગાવવામાં આવ્યા છે. આ સાથે જ ઠેર ઠેર એલઈડી પણ લગાવવામાં આવ્યા છે. જેના દ્વારા ટ્રેનોની અવરજવરની જાણકારી મળશે.

ગૌંડ સામ્રાજ્યના બહાદુર અને નીડર રાણી કમલાપતિના નામ પર નવીનીકરણ થયેલું રાણી કમલાપતિ રેલવે સ્ટેશન મધ્ય પ્રદેશનું પહેલું વિશ્વ સ્તરનું રેલવે સ્ટેશન છે. જાહેર ખાનગી ભાગીદારી (પીપીપી) મોડમાં પુર્નવિકાસ, સ્ટેશનને આધુનિક વિશ્વસ્તરીય સુવિધાઓ સાથે એક લીલા રંગની ઈમારત તરીકે ડિઝાઈન કરાયું છે જે દિવ્યાંગજનો માટે ગતિશિલતામાં સરળતાનું પણ ધ્યાન રાખે છે. સ્ટેશનને એકીકૃત-મલ્ટી મોડલ પરિવહનના બહ તરીકે પણ વિક્સિત કરાયું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)