Face Of Nation, 28-08-2021: મધ્યપ્રદેશના સિંગરૌલીમાંથી એક હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. અહીં એક 64 વર્ષીય વ્યક્તિએ કથિત રીતે તેની પત્નીનો પ્રાઈવેટ પાર્ટ સીવી નાખ્યો હતો. આ ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ છે.
મળતી માહિતી અનુસાર અનિલ સોનકરે જણાવ્યું હતું કે ઘટના બાદ પીડિતાને ઉતાવળમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં ડોક્ટરોએ તેની સારવાર કરી હતી. ડોક્ટરોએ જણાવ્યું કે, જ્યારે પીડિતાને હોસ્પિટલ લાવવામાં આવી ત્યારે તેની હાલત ખૂબ જ ગંભીર હતી. સમયસર યોગ્ય સારવાર મળવાને કારણે જ મહિલાનો જીવ બચ્યો હતો.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે પીડિતાની ઉંમર 55 વર્ષ છે. મહિલા પોલીસ અધિકારીનો સંપર્ક કર્યા બાદ તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ બહુ જઘન્ય અપરાધ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ આરોપી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. જોકે, પીડિતાએ તેના પતિ સામે કડક કાર્યવાહી ન કરવાની માંગ કરી છે.
પોલીસ અધિકારીએ કહ્યું કે, મહિલાએ વિનંતી કરી છે કે તેના પતિ સામે કડક કાર્યવાહી ન કરવી જોઈએ. અમે જલદીથી આરોપીઓને પકડી લઈશું. તેની શોધ ચાલુ છે. ઘટના બાદથી આરોપી ફરાર છે. તમને જણાવી દઈએ કે, પીડિત મહિલાના ચાર બાળકો અને પૌત્રો છે. વૃદ્ધોની હરકતથી તમામ લોકો ચોંકી ઉઠ્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)