Face Of Nation:હૌજ કાઝી વિસ્તારમાં એક સમુદાય વિશેષના લોકો દ્વારા એક મંદિરમાં તોડતોડ કરવા અને મૂર્તિઓને તોડવાની ઘટના બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એક્શનમાં આવી ગયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગૃહમંત્રી અમિત શાહ આ મામલે દિલ્હી પોલીસની અત્યાર સુધીના કાર્યવાહીથી અસંતુષ્ઠ છે. તેમને દિલ્હી પોલીસ કમિશ્નર અમૂલ્ય પટનાયકને ફટકાર લગાવી છે.
ઉલ્લેખનીય છે કે, હૌજ કાઝી વિસ્તારમાં રવિવારે પાર્કિંગને લઈને થયેલી બોલાચાલીએ બે સમુદાયો વચ્ચે હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને એક સમુદાય વિશેષના લોકોએ મંદિરમાં તોડફોડ કરી હતી. આ મામલે પોલીસે અત્યાર સુધીમાં 4 લોકોની ધરપકડ કરી છે.
પોલીસ અને સ્થાનીક લોકોની પહેલાના કારણે ઘટી રહેલો તણાવ
મંદિરમાં તોડફોડ બાદ હૌજ કાઝીમાં ફેલાયેલો સાંપ્રદાયિક તણાવ બુધવારે થોડો ઘટ્યો હતો. અહીંના લાલકુવા વિસ્તારમાં સામાન્ય લોકો, સ્થાનિક નેતાઓ અને વ્યાપારીઓના આંતરીક સૌહાર્દ અની પોલીસ બંદોબસ્ત વચ્ચે બજાર ખુલ્યા હતાં. પોલીસના આશ્વાસન બાદ વ્યાપારીઓએ સવારે પોતાની દુકાનો ખોલવાની શરૂ કરી હતી. તેમ છત્તા સતર્કતા દાખવવામાં આવી રહી છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે મળતી જાણકારી અનુંસાર આજે સવારે અહીએં ધાર્મિક સૌહાર્દનું એક ઉદાહરણ જોવા મળ્યું હતું. બંને સમુદાયના લોકોએ ક્ષતિગ્રસ્ત ધાર્મિક સ્થળ પર સાથે મળીને પ્રાર્થના કરી હતી.
સ્કૂટર પાર્ક કરવાને લઈને ઉભો થયો હતો વિવાદ
ઉલ્લેખનીય છે કે, 30 જુને દિલ્હીના હૌજ કાઝી વિસ્તારમાં સ્કૂટર પાર્ક કરવાને લઈને આખો વિવાદ ઉભો થયો હતો. આ ઘટનાએ સાંપ્રદાયિક રંગ લીધો હતો અને એક મંદિરમાં તોડફોડની ઘટનામાં 4 લોકોને અટકાયતમાં લીધા હતાં. આ ઘટના બાદ સંબંધીત બંને સમુદાયના લોકો વચ્ચે બેઠક કરાવવામાં આવી હતી. ડેપ્યુટી પોલીસ કમિશ્નર મંદીપ સિંહ રંધાવાએ કહ્યું હતું કે, બંને સમુદાયની બેઠકમાં નિર્ણય કરાવવામાં આવ્યો હતો કે ગુનેગારોની સજા મળવી જ જોઈએ. દરેક વ્યક્તિ શાંતિ બનાવી રાખશે અને બુધવારે રાબેતા મુજબ બજાર ખુલશે.