Home News 2 મિનિટમાં તૈયાર થતી મેગી 2 રૂપિયા મોંઘી; મિલ્ક પાઉડર પણ થયો...

2 મિનિટમાં તૈયાર થતી મેગી 2 રૂપિયા મોંઘી; મિલ્ક પાઉડર પણ થયો મોંઘો !

Face Of Nation 14-03-2022 : નેસ્લે ઈન્ડિયાએ જાહેર કર્યું કે, તેમણે મેગીની કિંમતો 9થી 16% સુધી વધારી છે. નેસ્લે ઈન્ડિયાએ મિલ્ક અને કોફી પાઉડરની કિંમતો વધારી દીધી છે. કિંમતો વધાર્યા બાદ હવે 70 ગ્રામ મેગીના એક પેકેટ માટે 12 રુપિયાની જગ્યાએ 14 રુપિયા ચૂકવવા પડશે. જ્યારે મેગીના 560 ગ્રામવાળા પેક માટે 96 રુપિયાની જગ્યાએ 105 રુપિયા ચૂકવવા પડશે. આ હિસાબથી તેની કિંમત 9.4% વધી છે.
નેસકેફે ક્લાસિકના 50 ગ્રામના 145 રૂ.ના બદલે 150 રૂ. ચૂકવવા પડશે : નેસ્લેએ A+ દૂધના એક લિટરના ભાવમાં વધારો કર્યો છે. પહેલા આ માટે 75 રૂપિયાના બદલે હવે 78 રૂપિયા ચૂકવવા પડશે. નેસકાફે ક્લાસિક કોફી પાઉડરના ભાવમાં 3-7%નો વધારો થયો છે. તે જ સમયે, 25 ગ્રામનું નેસકેફેનું પેક હવે 2.5% મોંઘું થઈ ગયું છે. આ માટે 78 રૂપિયાના બદલે હવે 80 રૂપિયા ચૂકવવા પડશે. આ સાથે નેસકેફે ક્લાસિકના 50 ગ્રામના 145 રૂ.ના બદલે 150 રૂપિયા ચૂકવવા પડશે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).