Home Special શ્રદ્ધાળુઓને “પ્રસાદના સ્વરૂપમાં નાસ્તો”, ઉજ્જૈનના મહાકાળ મંદિરમાં હવે દર્શન સાથે નાસ્તો; ભસ્મ...

શ્રદ્ધાળુઓને “પ્રસાદના સ્વરૂપમાં નાસ્તો”, ઉજ્જૈનના મહાકાળ મંદિરમાં હવે દર્શન સાથે નાસ્તો; ભસ્મ આરતી બાદ ભક્તોને મળશે ચા, પૌવા અને ખિચડી!

Face Of Nation 26-04-2022 : ઉજ્જૈનના મહાકાળ મંદિરમાં ભસ્મ આરતીના દર્શન માટે આવતા ભક્તોને હવે બ્રેકફાસ્ટ પણ મળશે. આરતી બાદ શ્રદ્ધાળુઓને પ્રસાદના સ્વરૂપમાં નાસ્તો આપવામાં આવશે. મંદિર સમિતિ આ વ્યવસ્થા ગુરુવારથી જ શરૂ કરવા જઈ રહી છે. નાસ્તામાં ભક્તોને ચા, પૌવા તો ક્યારેક ખિચડી આપવામાં આવશે. મહાકાલેશ્વર મંદિરમાં ભસ્મ આરતી સવારે થાય છે. જેમાં ભાગ લેવા માટે દેશભરથી આવતા શ્રદ્ધાળુ એક દિવસ અગાઉ જ મોડી રાત્રે મંદિર પહોંચે છે. ત્યારબાદ આરતી સવારે 6 વાગ્યા પૂરી થાય છે. આ સંજોગોમાં મંદિર સમિતિ ભસ્મ આરતીમાં આવતા શ્રદ્ધાળુઓ માટે નાસ્તાની વ્યવસ્થા કરવા જઈ રહી છે.
સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી ચા-નાસ્તો
મંદિર સમિતિના એડમિનિસ્ટ્રેટર ગણેશ કુમાર ધાકડે જણાવ્યું હતું કે મોડી રાતથી મંદિર આવતા શ્રદ્ધાળુ ભસ્મ આરતીના દર્શન માટે સવાર સુધી મંદિરમાં ભૂખ્યા-તરસ્યા બેસી રહે છે. આ સંજોગોમાં મંદિર સમિતિએ હવે ગુરુવારથી નવી વ્યવસ્થા શરૂ કરશે. મંદિર વ્યવસ્થા પ્રમાણે દરરોજ સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી 2000થી વધારે શ્રદ્ધાળુઓને ચા-નાસ્તો આપવામાં આવશે. તો બીજીતરફ ગુરુવારથી શરૂ થવા જઈ રહેલી વ્યવસ્થા સમયે સપ્તાહના સાત દિવસ અલગ-અલગ મેન્યુ રહેશે. ચા, પૌવા, ખિચડી સહિત એવી અન્ય ચીજવસ્તુઓ કે જે સવારે નાસ્તામાં ઉપયોગી રહેશે. તેમના ભક્તોમાં વિતરણ કરવામાં આવશે. આ વ્યવસ્થા દાનદાતાના સહયોગથી ચાલશે.
નાસ્તા માટે ટોકન મળશે, 11થી 2 ભોજપ પ્રસાદી
મહાકાળ મંદિર સમિતિ નાસ્તા માટે ટોકનનું વિતરણ કરશે. આ માટે ચાર કાઉન્ટર તૈયાર કરવામાં આવ્યા છે. આ પૈકી બે અન્નક્ષેત્રમાં અને બે મહાકાળ પરિસરમાં લાગશે. ભસ્મ આરતી પૂરી થયા બાદ શ્રદ્ધાળુ સીધા જ પરિસરમાં લાગતા કાઉન્ટરથી ટોકન લઈ અન્ન ક્ષેત્ર પહોંચી શકે છે. તો બીજીતરફ શ્રીમહાકાલેશ્વર મંદિર સમિતિની તરફથી અલગ-અલગ પ્રકલ્પ સાથે નિઃશુલ્ક અન્ન ક્ષેત્રનું સંચાલન પણ કરવામાં આવે છે. અન્ન ક્ષેત્રમાં દરરોજ સવારે 11 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી બહારથી આવનાર શ્રદ્ધાળુઓને ભગવાન મહાકાલના પ્રસાદ સ્વરૂપમાં ભોજન પ્રસાદીમાં આપવામાં આવે છે.
દરરોજ 50 લીટર દૂધનો ઉપયોગ થશે
ભસ્મ આરતીમાં દરરોજ આશરે 2000 શ્રદ્ધાળુ દર્શન કરવા આવે છે. નવી વ્યવસ્થા પ્રમાણે આ માટે સવારે 6 વાગે ચા તૈયાર કરવાનો રહેશે. આ માટે 50 લીટર દૂધ લાગશે. આ સાથે જ નાસ્તા માટે દરરોજ 40 કીલો પૌવા લાગશે. નાસ્તો તૈયાર કરવા માટે રાત્રે 2 વાગ્યાથી એક નવી શિફ્ટમાં કર્મચારી આવશે. જોકે ગુરુવારથી અહીં ત્રણ શિફ્ટમાં રાત્રે 2 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી, સવારે 8 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી અને 2 વાગ્યાથી રાત્રીના 9 વાગ્યા સુધી કામ થશે.
28મી એપ્રિલથી અન્ન ક્ષેત્રમાં શ્રદ્ધાળુઓને નાસ્તો
મહાકાળ મંદિરમાં શ્રદ્ધાળુઓને લઈ ગુરુવારથી નાસ્તા સ્વરૂપમાં ચા, પૌવા અને ખિચડી અંગે વર્ષ 2019માં પણ પ્રસ્તાવ આવ્યો હતો, જોકે કોરોના કાળમાં લાગેલા પ્રતિબંધોને પગલે મહાકાળ મંદિરને પણ બંધ કરવું પડ્યું હતું. ત્યારબાદથી આ વ્યવસ્થાને શરૂ કરવા માટે સતત પ્રયત્ન કરવામાં આવતા હતા. હવે 28મી એપ્રિલથી અન્ન ક્ષેત્રમાં શ્રદ્ધાળુઓને નાસ્તો મળવા લાગશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).