Home Gujarat મહંત-ખલાસી સામસામે, અંતે બધું ઠંડું પડ્યું; સરસપુરમાં ખલાસીઓ રથમાં બેસતાં દિલીપદાસ નારાજ,...

મહંત-ખલાસી સામસામે, અંતે બધું ઠંડું પડ્યું; સરસપુરમાં ખલાસીઓ રથમાં બેસતાં દિલીપદાસ નારાજ, તમામને ઉતાર્યાં નીચે, સરસપુર ચાર રસ્તા પર ત્રણેય રથને 1 કલાક સુધી રોકવા પડ્યા!

Face Of Nation 1-07-2022 : અમદાવાદના સરસપુર ખાતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહોંચી હતી. ત્રણેય રથને ખેંચનાર ખલાસીઓમાંથી કેટલાક ખલાસીઓ રથમાં બેસી ગયા હતા, જેના કારણે દૂરથી ભગવાનના દર્શન થઈ શકતા ન હતા. જે અંગે મહંત દિલીપદાસનું ધ્યાન જતાં તેઓ ગુસ્સે થયા હતા અને તમામ ખલાસીઓને નીચે ઉતાર્યા હતા. ચાર રસ્તા પર ત્રણેય રથ ઉભા રાખવામાં આવ્યા હતા. લગભગ 1 કલાક જેટલો સમય ત્રણેય રથ ઉભા રહ્યા હતા.
ખલાસીઓ રથ પર બેસતા લોકો દર્શન કરી શકતા નહોતા
ખલાસીઓ રથ પર બેસતા અનેક લોકો દૂરથી દર્શન કરી શકતા નહોતા. જે અંગે માઈકમાં એનાઉન્સમેન્ટ પણ કરાયું હતું. છતાં કેટલાક ખલાસીઓ રથમાં બેઠા હતા. વારંવાર રથ પરથી લોકોને દૂર થવા માટે એનાઉન્સમેન્ટ છતાં કોઈ દૂર થવા તૈયાર ન હતું. આ દરમિયાન મહંત દિલીપદાસ સરસપુર ચાર રસ્તા પાસે આવ્યા હતા.
રથ પર કેટલાક લોકોને જોતા તેઓ ગુસ્સે થયા હતા
મહંત આ દરમિયાન રથ પાસે પહોંચ્યા હતા. તેઓ રથ પર કેટલાક લોકોને જોતા તેઓ ગુસ્સે થયા હતા અને સુભદ્રાજીના રથ પર જઈને ખલાસીઓને રથ પરથી નીચે ઉતાર્યા હતા તથા કેટલીક સૂચના પણ આપી દીધી હતી. જોકે, ખલાસીઓને ઠપકો આપતા થોડો સમય ખલાસીઓ નારાજ પણ થયા હતા. પરંતુ બાદમાં રથ આગળના રૂટ પર લઈ જવા રવાના થયા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).