Home Uncategorized Exclusive : કોરોનાના ટેસ્ટને લઈને મહારાષ્ટ્ર અને રાજસ્થાન મોખરે

Exclusive : કોરોનાના ટેસ્ટને લઈને મહારાષ્ટ્ર અને રાજસ્થાન મોખરે

Exclusive ફેસ ઓફ નેશન, (ધવલ પટેલ) 09-04-2020 : કોરોનાના ટેસ્ટને લઈને સમગ્ર દેશમાં મહારાષ્ટ્ર અને રાજસ્થાન મોખરે છે. જો કે મહારાષ્ટ્ર કોરોનાના કેસોને લઈને સમગ્ર દેશમાં પહેલા ક્રમાંકે છે. દિવસે દિવસે સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. અત્યાર સુધી મહારાષ્ટ્રમાં 1297 પોઝિટિવ કેસ નોંધાયા છે, 1108 જેટલા લોકો સારવાર હેઠળ છે અને 117 લોકો સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે સાથે જ મહારાષ્ટ્રમાં કુલ મૃત્યુઆંક 72 નોંધાયો છે. હાલ દેશમાં મહારાષ્ટ્ર એવું પ્રથમ નંબરનું રાજ્ય છે જ્યાં સૌથી વધુ લોકોના કોરોના ટેસ્ટ કરાવવામાં આવી રહ્યા છે. મહારાષ્ટ્ર સરકારે 05-04-2020ના રોજ કુલ 16,008 લોકોના અને 06-04-2020ના રોજ 17,563 લોકોના તથા 07-04-2020ના રોજ 20,877 લોકોના કોરોના ટેસ્ટ કરાવ્યા છે. હાલ મહારાષ્ટ્ર સરકાર વધતા જતા કોરોનાના કેસોને લઈ શક્ય તેટલા તમામ પ્રયાસો કરીને આ રોગને અટકાવવાની કોશિશ કરી રહી છે.
રાજસ્થાનની વાત કરીએ તો, રાજસ્થાન નાગરિકોના કોરોના ટેસ્ટ કરાવવા મામલે મહારાષ્ટ્ર બાદ બીજા ક્રમે છે. રાજસ્થાનમાં અત્યાર સુધી કુલ 413 કેસ નોંધાયા છે. જેમાં 365 સારવાર હેઠળ છે અને 45 લોકો સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે સાથે જ અહીંનો કુલ મૃત્યુઆંક 3 નોંધાયો છે. રાજસ્થાન સરકારે 05-04-2020ના રોજ 12,279 જેટલા લોકોના જયારે 07-04-2020ના રોજ 17,638 જેટલા લોકોના અને 08-04-2020ના રોજ 17,638 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જો કે ગુજરાતમાં અત્યારસુધી 5760 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 241 જેટલા પોઝિટિવ નોંધાયા છે.

એસી ચેમ્બરમાં બેઠા બેઠા અધિકારીઓ પોલીસ કર્મચારીઓને તડકે કડક ચેકિંગના આદેશ કરે છે !

ભારતમાં કોરોનાના કુલ કેસો જેટલો અમેરિકાના ન્યૂયોર્કનો મૃત્યુઆંક છે !