Home News જાહેરાત : મહારાષ્ટ્ર વિધાનસભામાં એકનાથ શિંદેનું મુખ્યમંત્રી તરીકે પ્રથમ ભાષણ; ટૂંક સમયમાં...

જાહેરાત : મહારાષ્ટ્ર વિધાનસભામાં એકનાથ શિંદેનું મુખ્યમંત્રી તરીકે પ્રથમ ભાષણ; ટૂંક સમયમાં પેટ્રોલ-ડીઝલ પર VAT ઘટાડશે મહારાષ્ટ્ર સરકાર!

Face Of Nation 04-07-2022 : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજ્ય વિધાનસભામાં સોમવારે કહ્યું કે, તેમની સરકાર ઈંધણ પર VAT ટૂંક સમયમાં ઘટાડશે. શિંદેએ વિશ્વાસ મત જીત બાદ એક ચર્ચામાં આ પ્રકારનો જવાબ આપતા ધ્યાન દોર્યું હતું કે, ઈંધણ પર VAT ઘટાડવાનો નિર્ણય રાજ્ય મંત્રીમંડળમાં લેવામાં આવશે. આ અગાઉ મહારાષ્ટ્ર વિધાનસભામાં મુખ્યમંત્રી તરીકેના પોતાના પ્રથમ ભાષણમાં એકનાથ શિંદેએ કહ્યું કે, બાલાસાહેબ ઠાકરે અને આનંદ દિધેના આશીર્વાદથી આજે એકનાથ શિંદેએ શિવસેના-ભાજપ સરકારની સ્થાપના કરી છે. હાલના બળવાના દિવસોને યાદ કરતા તેમણે કહ્યું કે, મારી સાથે છેલ્લા 15-20 દિવસ સુધી શિવસેનાના 40 ધારાસભ્યો અને અપક્ષના 11 ધારાસભ્યો, કુલ 50 ધારાસભ્યોએ મારા પર વિશ્વાસ રાખ્યો આટલો મોટો નિર્ણય કરવાની હિમ્મત દેખાડી. તેના માટે આ તમામનો આભાર. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).