Face Of Nation, 27-08-2021: કેરળમાં કોરોના બેકાબૂ થતાં કેન્દ્રે રાજ્યને કેટલાક સૂચન કર્યાં છે. જેમાં વેકિનેશનની રફતાર વધારવાની સાથે નાઇટ કર્ફ્યૂનું પણ સૂચન કર્યું છે. ઉ્લ્લેખનિય છે કે, 20 મે બાદ કેરળમાં પહેલી વખત 30,007 કેસ નોંધાયા છે.
કેરળ અને મહારાષ્ટ્રમાં વધી રહેલા કોરોના કેસના કારણે કેન્દ્રિય ગૃહ સચિવ અજયભલ્લાએ દેશના બને રાજ્યોમાં નાઇટ કર્ફ્યૂ લગાવાવની ભલામણ કરી છે.અજય ભલ્લાએ જણાવ્યું કે, વધતા જતાં સંક્રમણને રોકવા માટે જે કારણે સંક્રમણ ફેલાઇ રહ્યું છે. તે રોકવું જરૂરી છે. તેમણે જણાવ્યું કે, થર્ડ વેવની ભયંકરતા રોકવા માટે આપણે જે વિસ્તારમાં સંક્રમણ વધી રહ્યું છે. તે વિસ્તાર પર ધ્યાન આપવું જરૂરી છે. આ આ વિસ્તારમાં કોવિડ એપ્રોપ્રિએટ વર્તન અને વેક્સિનેશન ડ્રાઇવ પર પૂરતુ ધ્યાન આપવું જરૂરી છે.કેન્દ્ર સરકારે વધુ સંક્રમિત રાજ્યોને વેક્સિનેશની સ્પીડ વધારવા માટે સૂચન કર્યું છે. 20 મે બાદ કેરળમાં ફેસ્ટીવલના કારણે કેસ વધ્યાં હોવાનું સામે આવ્યું છે. સંક્રમણની સ્થિતિને જોતા કેન્દ્રે આ બંને રાજ્યોને નાઇટ કર્ફૂયૂ લાદવા સૂચન કર્યું છે. ઉલ્લેખનિય છે કે, કેરળમાં રવિવારનો ફણ કર્ફ્યૂ લંબાવાયો છે.
ભારતમાં કોરોના સંકટ હવે ફરી વધવા લાગ્યું છે. સતત બીજા દિવસે 40 હજારથી વધુ કોરોના કેસ નોંધાયા છે. કેરળ અને મહારાષ્ટ્રમાં ચિંતાજનક સ્તરે કોરોનાના કેસ વધી રહ્યાં છે. 20 મે બાદ કેરળમાં પહેલી વખત 30,007 કેસ નોંધાયા છે.જેના કારણે હાલ કોરોના વાયરસથી સંક્રમિતની સંખ્યા વધીને 39.13 લાખ થઈ ગઈ છે. આ સ્થિતિ દરમિયાન કેન્દ્રિય ગૃહ સચિવ અજયભલ્લાએ દેશના બને રાજ્યોમાં નાઇટ કર્ફ્યૂ લગાવાવની સૂચન કર્યું છે. સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ કોરોનાની થર્ડવેવના સંકેત વચ્ચે આ બંને રાજ્યોમાં સંપૂર્ણ લોકડાઉન આવી શકે છે.
ભારતમાં કોરોના સંકટ હવે ફરી વધવા લાગ્યું છે. સતત બીજા દિવસે 40 હજારથી વધુ કોરોના કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા શુક્રવારે સવારે લેટેસ્ટ ડેટા જાહેર કરવામાં આવ્યો છે. મંત્રાલય અનુસાર, છેલ્લા 24 કલાકમાં 44,658 નવા કોરોના કેસ સામે આવ્યા છે અને 496 કોરોના સંક્રમિતોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અગાઉના દિવસે 46,164 કોરોના કેસ આવ્યા હતા. જ્યારે છેલ્લા 24 કલાકમાં 32,988 લોકો પણ કોરોનાથી સાજા થયા છે એટલે કે ગઈકાલે 11,174 એક્ટિવ કેસ વધ્યા છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)