Face Of Nation, Mumbai : કોરોનાના કાળા કેરથી હાલ દેશના તમામ રાજ્યોમાં લોકડાઉનનો ચુસ્ત અમલ કરાવવા માટે સ્થાનિક પોલીસ રસ્તા ઉપર મહેનત કરી રહી છે. આવી ગંભીર બીમારીને રોકવા માટે લોકડાઉનમાં સહકાર આપવાને બદલે બેદરકારી દાખવીને રસ્તા ઉપર નીકળી પડતા લોકોને પોલીસ યેનકેન પ્રકારે સમજાવી રહી છે કે, ઘરની બહાર ન નીકળો ત્યારે મહારાષ્ટ્રમાં પેટ્રોલિંગમાં નીકળેલી પોલીસે પ્રજાને ગીત ગાઈને સુંદર સંદેશો આપ્યો હતો. મહારાષ્ટ્રના પોલીસ જવાને માઈકમાં લોકડાઉનનું પાલન કરવાની વિનંતીની સાથે “જિંદગી મોતના બન જાએ, સંભાલો યારો,.” ગીત ગાઈને લોકોમાં એક દેશભક્તિનો જુવાળ અને સાથે જ આ મહામારી સામે ઘર બહાર ન નીકળીને દેશ જયારે મુશ્કેલીમાં છે ત્યારે આપણા સૌની જિંદગી મોત ન બની જાય તેનું ધ્યાન રાખો તેવો ઉત્તમ સંદેશ આપ્યો હતો. જુઓ Video
https://youtu.be/o_tqyto3Xsc