Home News શિંદેની અગ્નિ પરિક્ષા; શિંદે સરકારે મેળવ્યો “બહુમત” : સરકારને 164 ધારાસભ્યોનું સમર્થન...

શિંદેની અગ્નિ પરિક્ષા; શિંદે સરકારે મેળવ્યો “બહુમત” : સરકારને 164 ધારાસભ્યોનું સમર્થન મળ્યું, શરદ પવારે કહ્યું- 6 મહિનામાં પડી જશે શિંદે સરકાર!

Face Of Nation 04-07-2022 : મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સોમવારે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ જીતી લીધો છે. સરકારના સપોર્ટમાં 164 મળ્યા છે. 287 ધારાસભ્ય વર્તમાનના છે અને સરકાર બનાવવા માટે 144 વોટની જરૂર હતી. વોટિંગ દરમિયાન કોંગ્રેસના અશોક ચૌહાણ સહિત 5 ધારાસભ્યો ગૃહમાંથી ગાયબ હતા. વોટિંગ દરમિયાન ઉદ્ધવના ખાસ સંજય બાંગડે શિંદેના સમર્થનમાં વોટ નાખ્યો હતો. વોટિંગમાં શરદ પવારના ખાસ અને શેકપાના ધારાસભ્ય શ્યામ સુંદરે પણ શિંદે સરકારના સપોર્ટમાં વોટ આપ્યો છે.
પવારે કહ્યું- 6 મહિનામાં પડી જશે શિંદે સરકાર
મહારાષ્ટ્રમાં 14 દિવસથી ચાલતી રાજકિય ખેંચતાણ વચ્ચે NCP ચીફ શરદ પવારે એક મહત્વનું નિવેદન આપ્યું છે. મુંબઈમાં NCP ધારાસભ્યોની મીટિંગમાં પવારે કહ્યું છે કે, એકનાથ શિંદેની સરકાર વધારે નહીં ચાલે. 6 મહિનામાં પડી જશે. દરેક લોકો મિડટર્મ ઈલેક્શનની તૈયારી કરી લે. બીજી બાજુ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ તેમની સરકાર માટે સોમવારે ગૃહમાં વિશ્વાસમત મેળવી લીધો છે. વિશ્વાસ મત પહેલાં સ્પીકર બનતા જ રાહુલ નોર્વેકરે ઉદ્ધવ ગ્રુપને એક ઝટકો આપ્યો છે. વિધાનસભામાં ઉદ્ધવ નેતા અજય ચૌધરી અને ચીફ વ્હિપ સુનીલ પ્રભુની માન્યતા રદ કરી દીધી છે.
16 ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરવાની માંગ
સ્પીકરની ચૂંટણીમાં જીત મેળવ્યા પછી એકનાથ શિંદે જૂથને આદિત્ય ઠાકરે સહિત શિવસેનાના 16 ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરવાની માંગણી કરી છે. શિંદે જૂથના ચીફ વ્હિપ ભારત ગોગાવાલેએ નવા સ્પીકર રાહુલ નોર્વેકરને લેટર સોંપ્યો છે. લેટરમાં કહેવામાં આવ્યું છે કે, 16 ધારાસભ્યોએ વ્હિપનું ઉલ્લંઘન કર્યું છે. તેથી તેમની સભ્યતા રદ કરવી જોઈએ. સ્પીકરે તેમનો પત્ર લઈ લીધો છે અને તે વિશે વિચાર કરવાની વાત કરી છે. બળવાખોર જૂથના 16 ધારાસભ્યોની સભ્યતાનો કેસ પહેલેથી જ સુપ્રીમ કોર્ટમાં છે.
સ્પીકર ચૂંટણીમાં એકનાથ શિંદે જૂથે જીત મેળવી
ઉદ્ધવ સરકારને પાડ્યા પછી એકનાથ શિંદેએ રવિવારે વિધાનસભામાં પહેલું શક્તિ પરિક્ષણ જીતી લીધું છે. ભાજપના રાહુલ નોર્વેકર વિધાનસભામાં નવા સ્પીકર ચૂંટાયા છે. નોર્વેકરને 164 વોટ જ્યારે શિવસેનાના રાજની સાલ્વીને 107 વોટ મળ્યા છે. વોટિંગ દરમિયાન NCPના 7 અને કોંગ્રેસના 2 ધારાસભ્યો ગાયબ રહ્યા હતા.
વોટિંગમાં માત્ર 275 ધારાસભ્યોએ જ ભાગ લીધો
વિધાનસભાની કાર્યવાહી શરૂ થયા પછી વિપક્ષની માંગ પર ડેપ્યુટી સ્પીકર નરહરિ જિરવાલે ધારાસભ્યોની ગણતરી શરૂ કરી હતી. વિધાનસભામાં અત્યારે 287 ધારાસભ્યો છે અને જીતવા માટે 144 સભ્યોની જરૂર હતી. જોકે વોટિંગમાં માત્ર 275 ધારાસભ્યોએ જ ભાગ લીધો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).