Face Of Nation 1-07-2022 : મહારાષ્ટ્રમાં 10 દિવસના રાજકીય ડ્રામા બાદ ગુરુવારે ભાજપના સમર્થનથી શિવસેનાના એકનાથ શિંદે મુખ્યમંત્રી બન્યા હતા. જ્યારે ભાજપના દેવેન્દ્ર ફડણવીસને ડેપ્યુટી મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. દેવેન્દ્ર ફડણવીસ નારાજ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
ઉજવણીનો બહિષ્કાર કરતાં આ ચર્ચાએ વધુ જોર પકડ્યું
ફડણવીસે શુક્રવારે ભાજપ કાર્યાલય ખાતે યોજાનારી ઉજવણીનો બહિષ્કાર કરતાં આ ચર્ચાએ વધુ જોર પકડ્યું છે. આ પહેલાં ફડણવીસ રાજ્યસભા અને MLC ચૂંટણીનાં પરિણામો બાદ ફડણવીસ ઉજવણી કરવા માટે ઓફિસ પહોંચ્યા હતા. ઉદ્ધવ સરકારના પડ્યા પછી પણ ફડણવીસની મીઠાઈ ખાતી તસવીર સામે આવી હતી.
સત્તામાંથી હટાવવા માટે રાત્રે ખેલ પાડવામાં આવ્યો : ઉદ્ધવ
સરકાર પડ્યા બાદ શિવસેના કાર્યાલય પહોંચેલા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે સરકારને પાડવા માટે અડધી રાતે ખેલ પાડવામાં આવ્યો હતો. એકનાથ શિંદે શિવસેનાના મુખ્યમંત્રી નથી, તે મને ખુરશી પરથી ઉતારી શકે છે, પરંતુ મારા દિલમાંથી મહારાષ્ટ્રને બહાર કાઢી શકાશે નહીં.
સિબ્બલે કોર્ટમાં કહ્યું- અહીં ડેમોક્રેસીનો ડાન્સ ચાલી રહ્યો નથી
મહારાષ્ટ્રનો રાજકીય ધમસાણ ફરી એકવાર સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યું છે. શિંદે સરકારના વિશ્વાસ મત વિરુદ્ધ શિવસેનાની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે અમે આ મામલાને 11 જુલાઈએ જ સાંભળીશું. કોર્ટની ટિપ્પણી બાદ વકીલ સિબ્બલ ગુસ્સે થઈ ગયા હતા અને કહ્યું- ડેમોક્રેસીનો ડાન્સ નથી ચાલી રહ્યો, જેના પર કોર્ટે કહ્યું કે અમે આંખો ઉઘાડી રાખીને બેઠા છીએ.
ઉદ્ધવ ગ્રૂપ 16 બળવાખોર ધારાસભ્ય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ
મહારાષ્ટ્રમાં ચાલતો રાજકીય ડ્રામા હજી સમાપ્ત થયો હોય એવું લાગતું નથી. હવે ઉદ્ધવ ગ્રૂપ 16 બળવાખોર ધારાસભ્ય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી ગયું છે. શિવસેનાના ઉદ્ધવ ગ્રુપે માગ કરી છે કે સુપ્રીમ કોર્ટ આ 16 બળવાખોર ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દે અને તેમની સામે અયોગ્યતાની કાર્યવાહી શરૂ કરે. નોંધનીય છે કે 16 બળવાખોર ધારાસભ્યોમાં નવા મુખ્યમંત્રી એકનાથ શિંદેનું નામ પણ સામેલ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).