Home Uncategorized મહારાષ્ટ્ર:ધુલીયા નજીક ટ્રક કન્ટેનર અને નિગમની બસ ધડાકાભેર ટકરાઈ, ૧૫ લોકોના મોતથી...

મહારાષ્ટ્ર:ધુલીયા નજીક ટ્રક કન્ટેનર અને નિગમની બસ ધડાકાભેર ટકરાઈ, ૧૫ લોકોના મોતથી અરેરાટી ફેલાઇ

Face Of Nation:મહારાષ્ટ્રના ધુલીયા જિલ્લામાં આવેલા દોંડાઈચા નજીક ટ્રક કન્ટેનર અને મહારાષ્ટ્ર નિગમની બસ વચ્ચે થયેલા અક્સમાતમાં ડ્રાઈવર સહિત ૧૫ વ્યક્તિના મોતથી અરેરાટી ફેલાઇ હતી. દોંડાઈચા શહાદા રોડ ઉપર ૧૮ ઓગસ્ટ, રવિવારની રાતે ૧૧ વાગ્યાના અરસામાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ઔરંગાબાદથી મુસાફરોને બેસાડીને શહાદા તરફ જઈ રહેલી બસ દોંડાઈચા શહાદા રસ્તા પરથી પસાર થઈ રહી હતી ત્યારે નીમગુળ ગામ નજીક કન્ટેઇન સાથે ધડાકાભેર ભટકાઇ હતી.

બંને વાહનો પૂરઝડપે જઇ રહ્યા હોવાથી તેઓ વચ્ચેનો ટકરાવ ખૂબ તીવ્ર હતો. અકસ્માત સાથે જ અંધારિયું વાતાવરણ બસના મુસાફરોની ચિચિયારીઓથી ગૂંજી ઉઠયું હતું. અક્સમાત એટલો ગંભીર હતો કે બસની જમણી સાઈડે સંપુર્ણ ચીરાઈ બસનો ભુક્કો બોલી ગયો હતો. ટ્રક અને બસના ચાલક અને ૪ મહિલા સહિત ૧૫ વ્યક્તિઓના ધટના સ્થળે કરૂણ મોત નીપજ્યા હતાં. ત્યારે ૩૦ મુસાફરોને ગંભીર ઈજા પહોંચતા તેઓને તાત્કાલિક દોંડાઈચા ધુલીયાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતાં.સારવાર હેઠળના મુસાફરો પૈકી ૧૧ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. અક્સમાતના બનાવની જાણ થતા ગામના લોકોના ટોળેટોળા ઉમટી પડતાં અહીં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. બસ અને કંટેનર ટ્રકને ક્રેઇની મદદથી છૂટા કરી ફસાયેલા મુસાફરોને કાઢી હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં.