https://youtu.be/waKIWDX2brQ
Face Of Nation 22-06-2022 : બે દિવસથી સરકાર બચાવવાના પ્રયાસ બાદ ઉદ્ધવે અંતે હથિયાર હેઠાં મૂકી દીધાં છે. એકનાથ શિંદે દ્વારા સરકાર અને પાર્ટી બંને પર દાવા પછી ફેસબુક લાઈવ કર્યું અને કહ્યું કે હું લડવાવાળો શિવસૈનિક છું અને સામે આવીને વાતચીતનો પ્રપોઝલ પણ રાખ્યું. જો કે એકનાથ શિંદે ગઠબંધન તોડવા પર જ મક્કમ છે. આ વાતને લગભગ એક કલાક પછી સૌથી ચોંકાવનારી તસવીર સામે આવી છે. ઉદ્ધવ ઠાકરેની ઓફિસ એટલે કે CM હાઉસ વર્ષા ખાલી કરવા લાગ્યા છે. ઉદ્ધવ પણ પરિવાર સહિત નીકળી ગયા છે. તેમની સાથે પત્ની રશ્મિ ઠાકરે, બંને પુત્ર આદિત્ય અને તેજસ ઠાકરે પણ સરકારી બંગલો વર્ષાથી પોતાના નિવાસસ્થાન માતોશ્રી જવા માટે રવાના થયા છે. જે બાદ કર્મચારી તેમના ઘરનો સામાન કાઢવા લાગ્યા. ઉદ્ધવના સમર્થનમાં માતોશ્રીની બહારે સેંકડો શિવસૈનિક એકઠાં થયા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).