Home Politics મહેશ સવાણી આગામી દિવસોમાં ‘ભાજપ’ની કંઠી પહેરે તો નવાઈ નહીં; પાટીલે સવાણી...

મહેશ સવાણી આગામી દિવસોમાં ‘ભાજપ’ની કંઠી પહેરે તો નવાઈ નહીં; પાટીલે સવાણી ગ્રૂપે કરેલા કાર્યોની પ્રશંસા કરી?

Face Of Nation 28-03-2022 : ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી. આર.પાટીલ અને હર્ષ સંઘવીએ પી પી સવાણી ગ્રૂપે કરેલા કાર્યોની ભરપેટ પ્રશંસા કરતા હતા. રાજકારણમાં આ પ્રકારે પરિસ્થિતિઓ બદલાતી રહેતી હોય છે. આગામી દિવસોમાં મહેશ સવાણી ભારતીય જનતા પાર્ટીની કંઠી પહેરે તો નવાઈ નહીં. બીજીતરફ જે હર્ષ સંઘવી રાજકીય રીતે મહેશ સવાણીને આમ આદમી પાર્ટીના નેતા હોવાના કારણે આડે હાથે લેતા હતા. તેમના દિલ્હી મોડેલની પોલ ખોલતા હતા અને મહેશ સવાણીને પણ અનેક બાબતોને લઈને જાહેરમાં ચેલેન્જ પણ કરતા હતા. મહેશ સવાણી દ્વારા હર્ષ સંઘવીને સતત રાજકીય રીતે પોતાનો મજબુત પ્રતિસ્પર્ધી હોવાને નાતે જવાબ આપતા રહેતા હતા.
રાજકારણ બે પ્રકારનું હોય છે
મહેશ સવાણી તાજેતરમાં જ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આમ આદમી પાર્ટીમાં જોડાતાની સાથે જ તેઓ રાજકીય નેતાઓની માફક ભારતીય જનતા પાર્ટીની કાર્યશૈલીને લઈને અનેક પ્રશ્નો ઊભા કરતા હતા. ખાસ કરીને તેમના નિશાને હંમેશા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને હર્ષ સંઘવી રહેતા હતા. રાજકીય ડિબેટમાં પણ સૌથી વધારે આક્ષેપ-પ્રતિઆક્ષેપો મહેશ સવાણી અને હર્ષ સંઘવીની વચ્ચે થતાં જોવા મળતા હતા. પરંતુ રાજકારણમાં કોઇ હંમેશા માટે દુશ્મન નથી હોતો અને હંમેશા માટે કોઈ મિત્ર નથી હોતો એ પ્રકારના દ્રશ્યો ફરી એકવાર સુરતમાં જોવા મળ્યા હતા.
અંદરોઅંદર માત્ર દેખાડો માટેની દુશ્મની
વલ્લભ સવાણીના જન્મદિવસ નિમિત્તે રાજકીય નજારો પણ સ્ટેજ પર જોવા મળ્યો હતો. મહેશ સવાણી કે જે સી.આર. પાટીલે કોરોના દરમિયાન સેવા સેતુ કાર્યક્રમ વખતે પોતે હાજર રહેવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કોરોના દરમિયાન જે પ્રકારની લોકોની સ્થિતિ થઈ હતી. તેને લઈને મહેશ સવાણી સતત સમગ્ર ગુજરાતભરની અંદર ભારતીય જનતા પાર્ટી ઉપર શાબ્દિક પ્રહારો કરતાં થાકતા ન હતા. તેમજ ઉપર ખિલખિલાટ હસતાં દેખાયા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).