Face Of Nation, 05-08-2021 :અવાર નવાર રાજ્યમાં હત્યાના બનાવ સામે આવતા રહે છે ત્યારે મહીસાગર જિલ્લામાં બીજેપી નેતા અને તેમની પત્નીની હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટનાથી વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મહીસાગર જિલ્લાના પાલ્લા ગામના ભાજપના કારોબારી સભ્ય ત્રીભોવનભાઈ પંચાલ અને તેમના પત્નીની અજાણ્યા લોકોએ ગત મોડી રાત્રે હત્યા કરી નાખી છે. બનાવને પગલે જિલ્લાભરના ભાજપના સભ્યો અને આગેવાનો બનાવ સ્થળે દોડી ગયા છે. આ ઘટના સંદર્ભે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આદેશ આપ્યા છે. પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી છે. અજાણ્યા શખ્સો દંપત્તીની હત્યા કરીને ફરાર થયા છે.
સમગ્ર મામલે મળતી માહિતી પ્રમાણે ભાજપના કારોબારી સભ્ય ત્રીભોવનભાઈ પંચાલ અને તેમના પત્નીને અજાણ્યા શખસો દ્વારા બંનેની હત્યા માથામાં પાઈપ અથવા તીક્ષ્ણ હથિયારના ઘા મારીને કરવામાં આવી છે. પોલીસે આ મામલે ડૉગ સ્ક્વૉડ અને એફએસએલની મદદ લીધી છે. ગામના લોકોને દંપતીની હત્યા થયાની જાણ સવારે થઈ હતી.
આ ઘટના સંદર્ભે ગામ લોકોનું કહેવું છે કે ત્રીભોવનભાઈ ખૂબ જ શાંત સ્વભાવના હતા. તેઓ બીજેપીના જૂના કાર્યકર છે. તેમનું કોઈ દુશ્મન ન હોઈ શકે. આથી હત્યા શા માટે કરવામાં આવી તે કારણ મહત્વપૂર્ણ બની ગયું છે.
બીજી બાજુ ગૃહરાજ્ય પ્રધાનનું હિંમતનગર ખાતે યોજાયેલ કિસાન સૂર્યોદય યોજનામાં ભાજપ નેતા અને તેમની પત્નીની હત્યા મામલે એક નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, મહિસાગરના પાલ્લા ગામે થયેલ હત્યા બાબતે આરોપીઓને પકડવા સ્થાનિક પોલીસ વડાને સૂચન કરવામાં આવ્યું છે. પંચાલ સમાજના આગેવાન અને ભાજપ નેતા અને એમના પત્નીની થયેલ હત્યા બાબતે તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. એલસીબી, એસઓજી અને પોલીસની અલગ અલગ ટીમો બનાવી તપાસ કરવા આદેશ આપ્યા હોવાનું પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)