Face Of Nation 03-04-2022 : બોલીવૂડ અભિનેત્રી મલાઈકા અરોરાને એક કાર અકસ્માતમાં સામાન્ય ઈજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. અભિનેત્રીની કાર મુંબઈ નજીક આવેલા પનવેલ વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી, આ ઘટના બાદ ઘટના સ્થળે રહેલા લોકોએ તેને હોસ્પિટલ લઈ ગયા હતા. મળતી માહિતી પ્રમાણે મલાઈકાનો ડ્રાઈવરનું ગાડી ઉપર સંતુલન બગડતા આ ઘટના બની હતી. દુર્ઘટનામાં અભિનેત્રી સામાન્ય ઈજા થઈ છે અને એપોલો હોસ્પિટલમાં તેના સ્વાસ્થ સામાન્ય છે. પોલીસનું કહેવું છે કે આ ઘટનાની તપાસ કર્યાં બાદ ફરિયાદ દાખલ કરવામાં આવશે.
ટ્રાફિક જામને પગલે સર્જાઈ દુર્ઘટના
મીડિયા અહેવાલ પ્રમાણે આજે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ ગુડી પડવો તહેવાર નિમિતે કાર્યકર્તાઓનું સંમેલન યોજ્યું હતું. જેને પગલે મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના કાર્યકર્તાઓ મુંબઈમાં આવ્યા હતા. આ કાર્યકર્તાઓને લીધે મુંબઈ પુણે એક્સપ્રેસ વે ઉપર ટ્રાફિક જામ થયો હતો. તે સમયે ખાલાપુર ટોલ નાકા પાસે ઓચિંતા જ ત્રણ ગાડી એકબીજા સાથે અથડાઈ ગઈ હતી. આ ત્રણ પૈકી એક સ્વિફ્ટ કાર મલાઈકા અરોરાની ગાડીની પણ ટક્કર થઈ હતી,જેને પગલે મલાઈકા અરોરાને ઈજા પહોંચી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Crime ત્રણ વાહનોની ટક્કર: મલાઈકાની ગાડીને મુંબઈ પુણે એક્સપ્રેસ-વે ઉપર અકસ્માત નડ્યો, એપોલોમાં...