Face Of Nation 01-04-2022 : ગુજરાત વિધાનસભામાં શહેરોમાં રખડતા ઢોર નિયંત્રણ વિધેયક-2022 સરકારે બહુમતીના જોરે પસાર કરાવી લીધું છે. હવે આ કાયદો અમલમાં આવતાં શહેરોમાં વસતા માલધારી-રબારી અને પશુપાલકોને ગાય-ભેંસ રાખવા લાઇસન્સ લેવું પડશે! નહિ તો દંડ થશે, FIR પણ થશે, જેને પગલે માલધારી સમાજે સરકાર સામે રોષ વ્યક્ત કર્યો છે. માલધારીઓની માગ છે કે સરકાર નવો કાયદો લાવે એ પહેલાં પશુઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી જરૂરી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યનાં 2303 ગામમાં એકપણ ગૌચર જમીન નથી, જ્યારે 9029 ગામમાં લઘુતમ કરતાં પણ ઓછું ગૌચર છે.
માલધારી સમાજના આગેવાનો-સંતો સાથે ચર્ચા કરીશું
આ અંગે અમદાવાદના કોર્પોરેટર અને માલધારી સમાજના આગેવાન કાળુભાઈ ભરવાડે જણાવ્યું હતું કે સરકાર દ્વારા રસ્તે રખડતાં ઢોર મુદ્દે આજે કાયદો લાવવામાં આવ્યો છે, એ મામલે માલધારી સમાજના આગેવાનો અને સાધુ-સંતો સાથે અમે ચર્ચા કરીશું અને તેમની આગેવાની અને સૂચના મુજબ પાંચ લાખ જેટલા માલધારીઓ ગાંધીનગર ખાતે ભેગા થશે. તાપી રિવર લિંક માટે જે રીતે આદિવાસીઓએ ભેગા થઈને વિરોધ કર્યો હતો એમ આ કાળા કાયદા સામે વિરોધ કરવા માટે માલધારીઓ ભેગા થશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).