Home News અમદાવાદ : શહેરમાં આતંકી હૂમલાની દહેશતને કારણે પોલીસ કમિશનરે મૉલને કરાયા એલર્ટ

અમદાવાદ : શહેરમાં આતંકી હૂમલાની દહેશતને કારણે પોલીસ કમિશનરે મૉલને કરાયા એલર્ટ

Face Of Nation, 20-10-2021: જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હૂમલા બાદ દેશના મહત્વના સ્થળોએ આતંકવાદી હૂમલાની દહેશતના પગલે એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં અગાઉ આતંકી હૂમલા થઈ ચૂક્યાં છે. ત્યારે દેશમાં ગુજરાત પણ સંવેદનશીલ રાજ્યો પૈકીનું એક છે. જેથી અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરે તાજેતરમાં એક જાહેરનામું બહાર પાડ્યું છે.

શહેરમાં આતંકવાદી હૂમલાની શંકાના આધારે શહેરમાં આવેલા મૉલને સુરક્ષા માટે ખાસ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. અમદાવાદ પોલીસ કમિશ્રર દ્વારા શહેરના મૉલની સુરક્ષાને લઈને ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

જેમાં ઉલ્લેખ કરવામાં આવ્ચો છે કે, ભૂતકાળમાં વિશ્વમાં અનેક દેશોમાં આતંકવાદી હૂમલાઓ થઈ ચૂક્યા છે. જેને ભવિષ્યમાં પણ નકારી શકાય તેમ નથી.

જેથી અમદાવાદના મૉલને સુરક્ષાની તકેદારી રાખવા ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. તે ઉપરાંત પોલીસને પણ હાઈ રિઝોલ્યુશન કેમેરાથી લઈને તમામ વાહનોના ચેકિંગ કરવા માટેની પણ સૂચનાઓ અપાઈ છે. પોલીસ કમિશ્નર દ્વારા આપવામાં આવેલી સૂચના

મૉલમાં પ્રવેશતા તમામ વાહનોનું ચેકિંગ કરવું
વાહનની નીચે મિરર દ્વારા ચેકિંગ કરવું
મૉલમાં પ્રવેશતા તમામ લોકોનું ચેકિંગ કરવું
કોઈ એક્સપલોઝીવ,હથિયારની ચેકિંગ કરવું
મેટલ ડિટેક્ટર અને અન્ય ઇક્યુપમેન્ટનો ઉપયોગ કરવો
મહિલાના ચેકિંગ માટેની પણ વ્યવસ્થા કરવી
મૉલમાં આવતા તમામ લોકોના સામાનનું સ્કેનિગ કરવું
મૉલના એન્ટ્રી એક્ઝીટ પોઇન્ટ પર નાઈટ વિઝન સાથેના CCTV કેમેરા રાખવા
CCTV મોનિટરિંગ માટે 24/7 કન્ટ્રોલ રૂમ કાર્યરત રાખવો
(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)